શેર બજાર નો ધજગરો
મૂકી ઊંઘ ઉજાગરો ખરીદી લાવ્યો હું ,
શેર બજારનાં કાગળિયાં ખરીદી લાવ્યો હું.
સાત ના થશે સિત્તેર,પછી કરશ હું લીલાં લહેર,
કરી શેખચલ્લીનાં વિચારો,ખોવાયો સપનાં માં હું
મૂકી ઊંઘ,ઉજગરો ખરીદી લાવ્યો હું.
શેર બજાર નાં કાગળિયાં ખરીદી લાવ્યો હું.
આખલો થયો ભૂરાયો,કરે છે તે દોટમદોટ,
રુપિયા હવે નહીં રોકું તો લોકો કહેશે મને ભોટ.
લોક-લાજે સટ્ટો મોટો ખેલી,
ધોતિયું મૂકી લંગોટ લઈ આવ્યો હું.
મૂકી ઊંઘ,ઉજાગરો ખરીદી લાવ્યો હું,
શેર બજાર નાં કાગળિયાં ખરીદી લાવ્યો હું.
પહેલાં કરતો ટ્રેડીંગ બજાર માં,
અતિ લોભે સટ્ટા માં સપડાયો,
એફ.ડી.તોડી,સોનું વેચ્યું,
શેર બજાર માં બધું હોમ્યું,
રાતો રાત અમીર બનવાં,
મૂકી ઊંઘ ઉજાગરો ખરીદી લાવ્યો હું,
શેર બજાર નાં કાગળિયાં ખરીદી લાવ્યો હું.
સાપ-સીડી ની બાજી રમતો,
આખરે નીચે પટકાયો હું,
ઘર-બાર વેચી,રોડ પર આવ્યો હું,
મૂકી ઊંઘ ઉજાગરો ખરીદી લાવ્યો હું,
શેર બજાર નાં કાગળિયાં ખરીદી લાવ્યો હું.
ભૂરાયો આખલો માંદો પડ્યો ક્ષણમાં,
પકડી લીધો તેણે ખાટલો પુરાણો,
થઈ ગયું દેવું બહુજ પછતાયો,
લોક-લાજે આમતેમ ભટક્યો,
વિચારો માં ખોવાઈ જાતો હું,
જીવન કરી નાખું ટૂંકુ,
એવું મનમાં વિચારતો હું,
મૂકી ઊંઘ ઉજાગરો ખરીદી લાવ્યો હું,
શેર બજાર નાં કાગળિયાં ખરીદી લાવ્યો હું.
થઈ ગયું દેવું,બહુજ પછતાયો હું,
ઘર-બાર વેચી જત્રા એ ચાલી ગયો હું,
મૂકી ઊંઘ ઉજાગરો ખરીદી લાવ્યો હું,
શેર બજાર નાં કાગળિયાં ખરીદી લાવ્યો હું.
શૈલેશ એસ મહેતા. ( હિમાલય ‘ ).
તા.૨૯-૧૧-૨૦૨૧.