



પ્રેસ નોટ
ગુજરાત રાજ્ય સંગિત નાટક અકાદમીના આર્થિક સહયોગથી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે સંસ્ક્રુતિક ધરોહર યોજના તથા આઝાદી મહોત્સવ નિમિત્તે તારીખ 8મી ઓક્ટોબરને શનીવારના રોજ સંજય તન્ના દ્વારા એક સુંદર સંસ્ક્રુતિક કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ જેમા દેશભક્તિના ગીતો, ગુજરાતી ગીતોની સાથે બોલિવૂડના કિશોર કુમાર, મુકેશ, મો. રફી,યસુદાસ, સુરેશ વાડેકર, શૈલેંદ્ર સિંહ જેવા ગાયકોના ગીતોની સુંદર રજુઆત કરેલ, જેમા 2 પુરુષ અને 2 મહિલા ગાયકો એ પોતાના સુંદર આવજથી પ્રેક્ષકોને મોહિત કરી દિધા હતા.
મુખ્ય ગાયક સંજય તન્નાએ અલગ અલગ ગાયકોના અવાજમા ગીતોની મનમોહક રજુઆત કરી હતી જે પ્રેક્ષકોએ તાળિઓના ગડગડાતથી વધાવી હતી.
ગાધીનગરના આ વેર્સેટાઇલ ગાયક સંજય તન્નાએ લોકડાઉનમા પણ સોસિયલ મિડિયા દ્વારા દેશ – વિદેશમા પણ ગીત-સંગીતના ચાહકોને મનોરંજન પુરુ પડેલ. એજ સમયે ગાંધીનગર મહાનગર પલિકા માટે પણ સોસિયલ મિડિયા દ્વારા ગાંધીનગરના લોકોને કોરોનાના ડરને ભુલવા સુંદર મજાના બોલિવૂડ ગીતો દ્વારા વ્યસ્ત રાખેલ.
આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર મહાનગર પલિકાના મેયર શ્રી હિતેશભાઇ મકવાણા, ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડે.મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેંડિંગ કમિટિ ચેરમેન શ્રી જસવંતભાઇ પટેલ અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ડિરેકટર પ્રો. (ડો.) શંથાકુમાર તથા આમંત્રિત મહેમાન તરીકે ઉદ્ગમ ટ્રસ્ટના પ્રેસિડેંટ ડૉ. મયુર જોષિ, રોટરી ક્લબ ઓફ કેપિટલના પ્રેસિડેંટ શ્રી પાર્થ ઠક્કર અને કેપિટલ ઓફ્સેટના પ્રેસિડેંટ, સમાજ સેવક શ્રી રમેશભાઇ પટેલ હાજર રહ્યા હતા.
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દ્વારા બધા મહેમાનોનુ પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામા આવેલ તથા રોટરી ક્લબ ઓફ કેપિટલના પ્રેસિડેંટ શ્રી પાર્થ ઠક્કર દ્વારા મોમેંટો આપી આવકારવામા આવેલ.