આંતરરાષ્ટ્રીય વુશુ પ્લેયર, પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડી અને માર્શલ આર્ટ એક્સપર્ટ અમનદીપ સિંઘ દ્વારા શાહીબાગ પોલીસ સ્ટેશનના સહયોગથી બી.જે. મેડિકલ કોલેજ ઓડિટોરિયમ અસારવા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે 650 મહિલાઓ માટે મહિલા સ્વ-બચાવ અને સલામતી પર તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાહીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ સબ. ઇન્સ્પેક્ટર ડી.કે.ગમારા સાહેબ તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા. આ પ્રશિક્ષણ સેમિનારમાં, અમનદીપ સિંહ અને તેમની ટીમે વ્યવહારિક અને સૈદ્ધાંતિક રીતે સ્ત્રીઓને જાતીય સતામણી, અપહરણ, ઈવ-ટીઝિંગ, બળાત્કાર, જેવી મુશ્કેલ પરિસ્થિતિઓથી કેવી રીતે રક્ષણ કરવું તે શીખવ્યું.