

મહારાષ્ટ્ર રાજ્યમાં બેસ્ટ એન.સી.સી કેડેટ એવોર્ડ જીતનાર “કેપ્ટન (ડો) એ.ડી માણેક’ સ્કોલરશીપ” ની જાહેરાત:
વર્ષ-1983માં મહારાષ્ટ્રમાં બેસ્ટ એન.સી.સી કેડેટ તરીકે વિજેતાં થયેલાં ડો.માણેકની શિક્ષણ ક્ષેત્રની સેવાને બિરદાવાઈ.
વર્ષ-1983માં મહારાષ્ટ્રમાં બેસ્ટ એન.સી.સી કેડેટ્ તરીકે વિજેતાં થયેલાં ‘કેપ્ટન (ડો.)એ.ડી માણેક’એ પોતાના જીવન દરમિયાન દેશના યુવાધનને શિક્ષણ ક્ષેત્રે આપેલી સેવા અને યોગદાનને ધ્યાને લઈને મુંબઈમાં 24મી-મેંનાં રોજ મુંબઈ યુનવર્સિટીમાં યોજાયેલાં એક કાર્યક્રમમાં એન.સી.સી વિભાગના વડા ડાયરેક્ટોરેટ લેફ્ટેન્ટ જનરલ ગુરુબીરપાલસિંહ દ્વારા બહુમાન કરાયું અને એન.સી.સી કેડેટ બેસ્ટ એવોર્ડ જીતનારને 24મી મેં-2023 બાદ કાયમ માટે "કેપ્ટન ડો. એ.ડી માણેક સ્કોલરશીપ" આપવાની જાહેરાત કરાઈ છે.
ગુજરાત રાજ્યમાં સુરત જિલ્લાનાં અંતરીયાળ ‘માણેકપોર’ ગામમા ગરીબ પરીવારમાં જન્મ લેનારું બાળક મોટું થઈને આજે એવાં શિખરો સર કરી ચૂક્યું છે કે તેના ઉપર એક 250 પાનાની બુક ” ઉડાન એક મજદુર બચ્ચે કી” પણ લખાઈ ગઈ છે. વિદેશોમાં પણ આ વ્યક્તિની ચર્ચાઓ થઈ રહી તથા તેમની જીવનયાત્રાનું અંગ્રેજી ઓડિયો બુક વિદેશનું યુવાધન પણ સાંભળી રહ્યું છે. આ સિવાય બોલીવુડ માં હિન્દી બોધપાઠ ફિલ્મ પણ બની રહી છે જેમાં ડો.માણેકના જીવનસંઘર્ષને દર્શાવવા પ્રયાસ કરાયો છે. ગત 24મી-મેં-2023નાં રોજ આઈકોનિક હોલ મુંબઈ યુનિવર્સિટીમા મહારાષ્ટ્ર રાજ્યના એન.સી.સી ડાયરેક્ટોરેટ કમોડોર શતપાલસિંહ અને ભારત દેશના એન.સી.સી વિભાગના વડા ડાયરેક્ટોરેટ લેફ્ટેનન્ટ જનરલ ગુરુબીરપાલસિંહ દ્વારા ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ ચલાવાતી નેશનલ કેડેટ કોર્પ્સ (એન.સી.સી) દ્વારા ગુજરાત રાજ્ય સુરત જિલ્લાનાં બારડોલી તાલુકાના માણેકપોર ગામના પનોતા પુત્ર ‘કેપ્ટન ડો એ.ડી માણેક’ દ્વારા શિક્ષણ ક્ષેત્રે દેશના યુવાધનને અપાયેલી સેવાઓ અને યોગદાનને ધ્યાને લઈને એન.સી.સી દ્વારા વિશેષ બહુમાન કાર્યક્રમ રખાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન એવી જાહેરાત કરાઈ હતી કે મહારાષ્ટ્ર રાજ્યમાં દર વર્ષે જે બેસ્ટ એન.સી.સી કેડેટ્ નો એવોર્ડ જીતશે તેવાં કેડેટ ને વર્ષ-2023થી કાયમ માટે ” કેપ્ટન ડો એ.ડી માણેક સ્કોલરશીપ” એન. સી. સી. દ્વારા અપાશે.
એન.સી.સીના ડાયરેક્ટોરેટ જનરલે ખાસ યોજેલાં સમારંભમાં મુંબઈ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર, આર્મી-નેવી, એરફોર્સના અધિકારીઓ, શિક્ષણ જગતના વિદ્વાનો સહિત 500થી વધુ આર્મી-નેવી, એરફોર્સ, ત્રણે વિંગના એન.સી.સી કેડેટ્સની હાજરીમાં મુંબઈ યુનિવર્સિટીના ઐતિહાસિક આઈકોનિકલ હોલમાં જાહેરાત કરી ‘કેપ્ટન ડો એ.ડી માણેક’નું બહુમાન કરાયું હતું.
નોંધનીય છે કે તદ્દન ગરીબ પરીવારમાં જન્મેલાં અને બાળપણમાં ઘાસ કાપી, મજૂરી કરતી વખતે આકાશમાં ઉડતાં એરોપ્લેનને જોઈને સપનું સેવ્યું હતું કે પોતે ખૂબ જ મહેનત કરીને ભણી-ગણીને પાયલટ બનશે. મજૂર બાળકે કરેલી મહેનત આજે કેપ્ટન અને ડોક્ટરેટની પદવી સાથે તેમને ‘કેપ્ટન (ડો.)એ.ડી માણેક’ના નામથી સિદ્ધ અપાવી છે. કાયમી ઓળખ માટે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ ચાલતા એન.સી.સી દ્વારા કરાયેલું બહુમાન ખરેખર ગુજરાતના ગૌરવ બનનારા કેપ્ટન (ડો.)એ.ડી માણેક દરેક ગુજરાતીની ઓળખ બન્યાં છે ત્યારે ગુજરાતના યુવાધન માટે દિવાદાંડી સમાન છે.
આકાશમાં ઉડતાં એરોપ્લેનને જોઈને સેવ્યું હતું ‘સપનુ’…
આજના ‘કેપ્ટન ડો એ.ડી માણેક’નું બાળપણ ગરીબીના કારણે ડગલે-ને-પગલે કચડાતું હતું. મહજ ૧૨ વર્ષની ઉંમરે આકાશમાં ઉડતાં એરોપ્લેનને જોઈને એક દિવસ તેને ઉડાડવાનું સપનું સેવનારું આ બાળક જીવનમાં અનેકો સંઘર્ષ સામે બાથ ભીડીને કેન્દ્ર-રાજ્ય સરકારના ખાસ કાયદાઓમાં પણ જળમૂળથી બદલાવ લાવીને અનેકો વિદ્યાર્થીઓને મદદરૂપ થનારા ‘કેપ્ટન (ડો.) એ.ડી માણેક’ પાયલટ ઈન્સ્ટ્રક્ટર છે અને છેલ્લાં 36 વર્ષોથી મુંબઈમા ‘ધી સ્કાયલાઈન એવીએશન ક્લબ’ થકી પાયલટ પ્રશિક્ષક તરીકે સેવાઓ આપી રહ્યાં છે. મહત્વની વાત એવી છે કે ‘કેપ્ટન (ડો.)માણેક’ના બન્ને દિકરાઓ પણ કમર્શીયલ પાયલટ છે જેમાનાં એક ‘કેપ્ટન નિરવ માણેક’ ઈન્ડિગો એરલાઈન્સમાં કમાન્ડર છે. બીજા દિકરા ‘કેપ્ટન અંકુર માણેક’ ધી સ્કાયલાઈન એવીએશનમાં પાયલટ પ્રશિક્ષક છે. આ સંસ્થા થકી કેપ્ટન (ડો.)એ.ડી માણેક છેલ્લાં 36 વર્ષોમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓને એરલાઇન્સ પાયલટની તાલીમ આપી ચૂક્યાં છે જે સાચા અર્થમાં ‘ગુજરાતનું ગૌરવ’ જ છે.