યુથ ચેન્જ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ ખાતે કાર્ય કરતી સંસ્થા છે. તે દેશ અને દુનિયાનાં યુથને અલગ અલગ વિષયો પર જાગૃત કરવાનું કાર્ય કરે છે અને સમાજ સેવાની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. તા. ૩૧ જુલાઈ ૨૦૨૨ ના રોજ યુથ ચેન્જ દ્વારા નટરંગ સ્ટુડિયો ખાતે પ્રાઇડ મંથ અને એલજીબીટીક્યુ સમુદાય વિષય પર સ્કીટની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. એક કલાકની આ સ્કીટમાં બતાવવામાં આવ્યું હતું કે જૂન મહિનો જે પ્રાઇડ મંથ તરીકે ઉજવવામાં આવે છે, આ સમયે જ એલજીબીટીક્યુ સમુદાયને મહત્વ આપવામાં આવે છે, તેમના હક વિષે વાતો કરવામાં આવે છે. જૂન મહિના પછી તેમના પર ખાસ ધ્યાન આપવામાં આવતું નથી. આ સ્કીટ થકી યુથ ચેન્જ ટીમ દ્વારા આ સમુદાયના લોકોએ જે તકલીફોનો સામનો કરવો પડે છે તે બતાવવામાં આવ્યું હતું તેમજ ટીમે પ્રેક્ષકગણોને સંદેશો આપ્યો હતો કે માત્ર એક મહિનો નહિ પણ સમગ્ર વર્ષ તેમના હક વિષે વાત થવી જોઈએ, તેમને સમાન તકો મેળવી જોઈએ અને મૂળ પ્રવાહમાં તેમનો સમાવેશ થવો જોઈએ. આ સ્કીટને પ્રેક્ષકગણોનો ખુબ સારો પ્રતિભાવ મળ્યો હતો. તમામ કલાકારો ઉચ્ચતર માધ્યમિક શાળા તથા કોલેજના પ્રથમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ હતા જેઓ યુથ ચેન્જ માં ચેન્જ મેકર તરીકે કાર્યરત છે. યુથ ચેન્જ આવનારા સમયમાં સામાજિક મુદ્દાઓ પર સ્કીટ અભિનય તથા નુક્કડ નાટકો કરતા રહેશે તેવું ટીમના સભ્યોએ જણાવ્યું હતું.
Views: 4006
Read Time:2 Minute, 1 Second
Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
Related Stories
Watch Mayur Verma live on Instagram with Hello Gujarat News on Friday 10 May
Views: 5713
0
0
1 min read
અમદાવાદમાં તા. ૮ થી ૧૩ મે વાય.એમ.સી.એ. ક્લબ ખાતે હોલિસ્ટીક એકઝીબિશનનું આયોજન
Views: 6255
0
0
1 min read