સુરેન્દ્રનગર SOG પોલીસ ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન બાતમીના આધારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી સુકા ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે અંગે મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાના ખાટકીવાસ વિસ્તારમાં આવેલા મકાનમાંથી પોલીસે ૧.૮૪ કિલો સુકો ગાંજો કિંમત રૂ. ૫૪,૨૦૦ તથા ૦૨ મોબાઈલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦ મળી કુલ રૂ. ૬૪,૨૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે લીંબડી ખાતે રહેતા હર્ષદભાઈ કિશોરભાઈએ વેચાણ માટે આ સુકો ગાંજો પૂરું પાડ્યો હતો. આ મામલે પોલીસે ઝડપાયેલ યાસીન ઉર્ફે માથો ઈકબાલભાઈ બાબી વિરુદ્ધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કામગીરીમાં SOG પીઆઈ બી.એચ. શીંગરખીયા, પીએસઆઈ એન.એ.રાયમા સહિત સ્ટાફના અનિરુદ્ધસિંહ, અશ્વિનભાઈ, અરવિંદસિંહ, અમરકુમાર, કુલદીપસિંહ, સાહીલભાઈ, બલભદ્રસિંહ, જગમાલભાઈ સહિતનાઓ જોડાયા હતા.