Skip to content

Hello Gujarat News

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

બગોદરા-લીંબડી નેશનલ હાઈવે પર થી પાણશીણા પોલીસે ઈંગ્લીશ દારૂ સહિત રૂ.૪૭.૬૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

hellogujaratnews24x7@gmail.com April 3, 2026
IMG-20260402-WA0133

સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર થી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ સહિતના બનાવો વધી રહ્યા છે. ત્યારે બગોદરા-લીંબડી નેશનલ હાઈવે પર થી પાણશીણા પોલીસે ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે પોલીસ સુત્રો પાસે થી મળતી માહિતી મુજબ પાણશીણા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. કે.ડી.જાદવ સહિત સ્ટાફના ઈન્દ્રજીતસિંહ રાઠોડ, ભવાનભાઈ બળોલીયા, નિકુલભાઈ ઝાપડીયા, દેવજીભાઈ ખાવડીયા સહિતના સ્ટાફે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેમાં હાઈવે પર દેવપરા ગામના પાટિયા પાસે આવેલ હોટલ રાજખોડલ કૃપા હોટલ પાસેથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો ૪૯૫૬ કિંમત રૂ.૩૭.૫૮ લાખ, ટ્રક કિંમત રૂ.૧૦ લાખ, મોબાઈલ સહિત ફુલ રૂ.૪૭.૬૩ લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક બાબુસિંગ વસ્તુસિંગ રાજપૂત રહે.રાજસ્થાન વાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ઝડપાયેલ ટ્રક ચાલક અને હાજર મળી નહિ આવેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર, મોકલનાર સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે ચૈત્રી પુનમને દિવસે અંદાજે ૦૪ લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા.

Related News

liyad-primary-school-annual-function-farewell

લીયાદ પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ અને વિદાય સમારોહ યોજાયો

hellogujaratnews24x7@gmail.com April 1, 2026

Recent Posts

  • બગોદરા-લીંબડી નેશનલ હાઈવે પર થી પાણશીણા પોલીસે ઈંગ્લીશ દારૂ સહિત રૂ.૪૭.૬૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે ચૈત્રી પુનમને દિવસે અંદાજે ૦૪ લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા.
  • સુરેન્દ્રનગર બન્યું હનુમાન નગર, જિલ્લાના 4000 મંદિરોમાં હનુમાન જયંતીની ઉજવણી
  • થાનગઢના સોનગઢ ગામમાં ફરી દીપડાનો આતંક: બે વાછરડા પર હુમલો, એકનું મોત
  • લીયાદ પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ અને વિદાય સમારોહ યોજાયો

Recent Comments

No comments to show.

Archives

  • April 2026

Categories

  • Chotila
  • Limbdi
  • Surendranagar
  • Than

You may have missed

IMG-20260402-WA0133

બગોદરા-લીંબડી નેશનલ હાઈવે પર થી પાણશીણા પોલીસે ઈંગ્લીશ દારૂ સહિત રૂ.૪૭.૬૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

hellogujaratnews24x7@gmail.com April 3, 2026
Screenshot_20260402-160356_WhatsApp

ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે ચૈત્રી પુનમને દિવસે અંદાજે ૦૪ લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા.

hellogujaratnews24x7@gmail.com April 3, 2026
news (24) (1)

સુરેન્દ્રનગર બન્યું હનુમાન નગર, જિલ્લાના 4000 મંદિરોમાં હનુમાન જયંતીની ઉજવણી

hellogujaratnews24x7@gmail.com April 2, 2026
leopard-attack-thangad-songadh

થાનગઢના સોનગઢ ગામમાં ફરી દીપડાનો આતંક: બે વાછરડા પર હુમલો, એકનું મોત

hellogujaratnews24x7@gmail.com April 1, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.