Skip to content

Hello Gujarat News

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી અંગે તમામ સુવિધાઓ સાથે મેનીફેસ્ટો (કમિટમેન્ટ) જાહેર કરાયું

hellogujaratnews24x7@gmail.com April 6, 2026
Screenshot_20260406-205331_WhatsApp

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસ દ્વારા પોતાનું મેનીફેસ્ટો (કમિટમેન્ટ) જાહેર કરવામાં આવ્યું છે. મેનીફેસ્ટોમાં શહેરના વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય અને મહિલા સુરક્ષાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા વચનો મુજબ, દરેક વોર્ડમાં વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શાળાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ દરેક ઝોનમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાની યોજના રજૂ કરવામાં આવી છે. ઉપરાંત મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા સુરક્ષિત અને એ.સી. સુવિધાઓ સાથે હોસ્ટેલોના નિર્માણની જાહેરાત પણ કરવામાં આવી છે.આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે દરેક વોર્ડમાં એક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની વાત કરવામાં આવી છે. તેમજ શહેરના યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવા માટે દરેક ઝોનમાં મલ્ટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને ધ્યાનમાં રાખીને દરેક વોર્ડમાં આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરી શરૂ કરવાની જાહેરાત પણ મેનીફેસ્ટોમાં સામેલ કરવામાં આવી છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે મહાનગરપાલિકામાં તેમની જીત થાય તો શહેરના નાગરિકોને શિક્ષણ, આરોગ્ય સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર, કોંગ્રેસના પ્રભારી ધર્મેન્દ્રસિંહ પરમાર, પૂર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભલજીભાઈ સોલંકી, જીલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝરણાબેન જાની, આદમભાઈ જામ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર LCB પોલીસે આણંદપુર ગામની સીમમાં વાડીના ખાડામાં દાટીને સંતાડેલ ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો

Related News

IMG-20260404-WA0080

જોરાવરનગર પોલીસે અમદાવાદ–રાજકોટ નેશનલ હાઇવે પરથી રૂ.95.94 લાખની કિંમતનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો

hellogujaratnews24x7@gmail.com April 4, 2026
news (24) (1)

સુરેન્દ્રનગર બન્યું હનુમાન નગર, જિલ્લાના 4000 મંદિરોમાં હનુમાન જયંતીની ઉજવણી

hellogujaratnews24x7@gmail.com April 2, 2026
edible-oil-price-hike-surendranagar

ખાદ્યતેલમાં કમરતોડ મોંઘવારી: સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

hellogujaratnews24x7@gmail.com April 1, 2026

Recent Posts

  • સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી અંગે તમામ સુવિધાઓ સાથે મેનીફેસ્ટો (કમિટમેન્ટ) જાહેર કરાયું
  • સુરેન્દ્રનગર LCB પોલીસે આણંદપુર ગામની સીમમાં વાડીના ખાડામાં દાટીને સંતાડેલ ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો
  • વઢવાણના કોઠારિયા ખાતે પૂ.વજા ભગતની ૧૧મી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે
  • જોરાવરનગર પોલીસે અમદાવાદ–રાજકોટ નેશનલ હાઇવે પરથી રૂ.95.94 લાખની કિંમતનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો
  • ચોટીલા તાલુકામાં સ્થાનિક ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પડ્યો ફટકો

Recent Comments

No comments to show.

Archives

  • April 2026

Categories

  • Chotila
  • Dhrangadhra
  • Limbdi
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

Screenshot_20260406-205331_WhatsApp

સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી અંગે તમામ સુવિધાઓ સાથે મેનીફેસ્ટો (કમિટમેન્ટ) જાહેર કરાયું

hellogujaratnews24x7@gmail.com April 6, 2026
IMG-20260405-WA0065(1)

સુરેન્દ્રનગર LCB પોલીસે આણંદપુર ગામની સીમમાં વાડીના ખાડામાં દાટીને સંતાડેલ ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો

hellogujaratnews24x7@gmail.com April 5, 2026
IMG-20260405-WA0062

વઢવાણના કોઠારિયા ખાતે પૂ.વજા ભગતની ૧૧મી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે

hellogujaratnews24x7@gmail.com April 5, 2026
IMG-20260404-WA0080

જોરાવરનગર પોલીસે અમદાવાદ–રાજકોટ નેશનલ હાઇવે પરથી રૂ.95.94 લાખની કિંમતનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો

hellogujaratnews24x7@gmail.com April 4, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.