leopard Attack Songadh Vilage in Thangad
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામમાં વહેલી સવારે દીપડાએ ત્રાટકીને પશુપાલકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. રહેણાંક વિસ્તારની નજીક આવેલા પશુઓના વાડામાં દીપડાએ બે વાછરડાઓને પોતાનું નિશાન બનાવ્યા હતા.
આ આકસ્મિક હુમલામાં એક વાછરડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વાછરડું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ તાત્કાલિક સ્થાનિક પશુ ચિકિત્સકને બોલાવી ઇજાગ્રસ્ત વાછરડાની સારવાર શરૂ કરાવી હતી.
સોનગઢ અને આસપાસના વિસ્તારોમાં દીપડાની અવરજવર અને હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે, જેને લઈને પશુપાલકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક અસરથી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની અને યોગ્ય પગલાં લેવાની ઉગ્ર માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાન-માલની હાનિ નિવારી શકાય.
લીંબડી તાલુકાની લીયાદ પ્રાથમિક શાળામાં તાજેતરમાં વાર્ષિકોત્સવ અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું ભવ્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતા સામાન્ય જનતા પર આર્થિક બોજ વધ્યો છે. છેલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે વાર્ષિક અધિવેશન…