સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી જાહેર થતા જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ચોટીલા તાલુકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરોએ પક્ષને રામ રામ કરી ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી આગામી એપ્રિલમાં યોજાનાર છે ત્યારે આ ચૂંટણીમાં જીત મેળવવા રાજકીય પક્ષો દ્વારા કમર કસવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ચોટીલા તાલુકામાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે ચોટીલા કોંગ્રેસના આગેવાન તેમજ કુંઢડા ગામના સરપંચ ભોળાભાઈ રાઠોડ, મોટા કાંધાસર ગામના સરપંચ વિરમભાઈ સોળમિયા, ભરતભાઈ મકવાણા સહિતનાઓએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના આગેવાન અને કાબરણ ગામના સરપંચ રત્નાભાઈ ડાભીએ પણ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે સાથે સાથે અમુક કાર્યકરો પણ ભાજપમાં જોડાતા ચોટીલા તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ ખાચર સહિતના હોદેદારોએ તમામને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. આમ ચોટીલા તાલુકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદેદારોએ પક્ષ સાથે ચૂંટણી પહેલા છેડો ફાડી ભાજપમાં જોડાતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસને મોટી સફળતા મળી છે. અમદાવાદ–રાજકોટ નેશનલ હાઇવે પર વસ્તડી ગામ નજીક ચેકિંગ…
સુરેન્દ્રનગર જીલ્લા LCB ટીમ દ્વારા ધ્રાંગધ્રા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન માલવણ…
સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર થી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને…
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પુનમને દિવસે ચામુંડા માતાજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર…
સમગ્ર દેશની સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં…
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામમાં વહેલી સવારે દીપડાએ ત્રાટકીને પશુપાલકોમાં ભયનો માહોલ પેદા કર્યો…