Surendranagar

સુરેન્દ્રનગર બન્યું હનુમાન નગર, જિલ્લાના 4000 મંદિરોમાં હનુમાન જયંતીની ઉજવણી

સમગ્ર દેશની સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જીલ્લો એક એવો વિસ્તાર છે જ્યાં હનુમાનજીના સૌથી વધુ મંદિરો આવેલા છે.

સમગ્ર જીલ્લામાં અંદાજે 4000 થી વધુ અને શહેરી વિસ્તારમાં 1500 થી વધુ નાના-મોટા હનુમાનજીના મંદિરો છે, જેને કારણે હનુમાન જયંતીના દિવસે આખું શહેર ‘હનુમાન નગર’ બની ગયું હતું. દરેક ગલી અને મહોલ્લામાં આવેલા મંદિરોમાં સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી.

 

આ અવસરે ડોક્ટર હનુમાન, ભીડભંજન હનુમાન અને કષ્ટભંજન હનુમાન સહિતના તમામ મંદિરોને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યા હતા.

દિવસ દરમિયાન સુંદરકાંડના પાઠ, મહાપ્રસાદ, બટુક ભોજન, ભવ્ય આરતી અને લોકડાયરા જેવા ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સમગ્ર વાતાવરણ ‘હનુમાન દાદા કી જય’ ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

સુરેન્દ્રનગર, તા.૧૪ સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી…

1 month ago

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

3 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

3 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

3 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

4 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

4 months ago