Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં ચેરમેનોની વરણીનું કોકડું ગૂંચવાયું, ફરી બેઠક રદ થતા રાજકારણ ગરમાયું…

hellogujaratnews24x7@gmail.com June 11, 2026
file_000000008b1072089dcdbcbc18037133

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ચેરમેનોની વરણી માટે તા.૧૧ જૂનને ગુરુવારના રોજ યોજાનારી બેઠક અંતિમ ક્ષણે મુલતવી રાખવામાં આવતા સમગ્ર મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં ભાજપની જીત બાદ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન સહિતના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે જ્યારે વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી હજુ પણ બાકી છે જે વરણી સંદર્ભે ગત તા.૦૬ જુનના રોજ બેઠક બોલાવવામાં આવી હતી પરંતુ તે બેઠક કોઈ કારણોસર સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી તા.૧૧ જુનને ગુરુવારના રોજ જીલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં ફરી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ બેઠક પણ ફરી આગામી તારીખ સુધી મુલતવી રાખવામાં આવી હતી. જીલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન પદની વરણીને લઈને આંતરિક સ્તરે અસંતોષ અને નારાજગીનો સૂર ઉઠ્યો હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે જો કે બેઠક મુલતવી રાખવા અંગે જીલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદેદારોએ કાંઈપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે બીજી બાજુ ચેરમેન પદ માટેના નામો જાહેર થયા બાદ સ્થાનિક ભાજપમાં રહેલ અસંતોષ ખુલ્લેઆમ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આમ વિવિધ સમિતિના ચેરમેનોની વરણી અંગેની બેઠક વારંવાર મુલતવી રાખવામાં આવતા જીલ્લા પંચાયતના રાજકારણમાં અનેક અટકળો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે હવે આગામી બેઠક ક્યારે યોજાશે અને ચેરમેનોની વરણી ક્યારે થશે તેના પર સૌની મીટ મંડાઈ છે.

– Viren Dangrecha.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ચુડાના ચોકડી ગામના કુખ્યાત મહાવિરસિંહ સિંધવનું અમદાવાદ ખાતે મોત નીપજતા અનેક ચર્ચાઓ…
Next: પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

Related News

file_0000000029308208bc6daf60e576ed0c

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

hellogujaratnews24x7@gmail.com July 30, 2026
file_00000000265c81fb8789c7e1dacc6803

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

hellogujaratnews24x7@gmail.com July 18, 2026
file_0000000085bc72069e7bee3f786ec5af

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

hellogujaratnews24x7@gmail.com June 30, 2026

Recent Posts

  • સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.
  • સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…
  • મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…
  • સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…
  • પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

Recent Comments

No comments to show.

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Sayla
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_0000000029308208bc6daf60e576ed0c

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

hellogujaratnews24x7@gmail.com July 30, 2026
file_00000000265c81fb8789c7e1dacc6803

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

hellogujaratnews24x7@gmail.com July 18, 2026
file_000000005058720b9a44672e35045dbb

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

hellogujaratnews24x7@gmail.com July 7, 2026
file_0000000085bc72069e7bee3f786ec5af

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

hellogujaratnews24x7@gmail.com June 30, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.