Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

hellogujaratnews24x7@gmail.com June 30, 2026
file_0000000085bc72069e7bee3f786ec5af

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ મુખ્ય આરોપી એવા સુરેન્દ્રનગરના તત્કાલીન પુર્વ કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલની વધુ એક જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં જમીન એન.એ.કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા ગત ડિસેમ્બર ૨૦૨૫માં રેઇડ કર્યા બાદ તપાસ હાથ ધરી હતી. જેમાં તત્કાલીન પુર્વ કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, તત્કાલીન પી.એ. જયરાજસિંહ ઝાલા, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સહિતનાઓની સંડોવણી બહાર આવી હતી. તેમજ અંદાજે ૧૫૦૦ થી વધુ જમીન કૌભાંડમાં લાંચની રકમનો ૫૦% હિસ્સો તત્કાલીન પુર્વ કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, ૨૫% તત્કાલીન અધિક નિવાસી કલેક્ટર આર.કે.ઓઝા, ૧૦% તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને બાકીની રકમ અન્ય અધિકારીઓ સુધી પહોંચતી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર ACB કચેરીમાં પણ ઈ.ડી. દ્વારા તત્કાલીન કલેકટર સહિતનાઓ સામે અપ્રમાણસર મિલકત અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જે સમગ્ર મામલે ઈ.ડી. દ્વારા તત્કાલીન પુર્વ કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલની તેમના સરકારી બંગલામાંથી ઘરપકડ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં અંદાજે ૧૦ કરોડથી વધુ રકમની લાંચ લીધી હોવાનું પણ બહાર આવ્યું હતું. જે મામલે સજા ભોગવી રહેલ તત્કાલીન પુર્વ કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલના વકીલ દ્વારા જમીન અરજી રજૂ કરવામાં આવી હતી જે હાઈકોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે અને ઈ.ડી. દ્વારા રજૂ કરેલ દલીલ મુજબ પુર્વ કલેકટરના મોબાઈલમાંથી ૮૦૦ થી વધુ ફોટા મળી આવ્યા છે અને પોતાના બચાવ અને પુરાવાનો નાશ કરવા માટે ગુગલ પર પોતાનો સેમસંગ એસ-૨૪ અલ્ટ્રા મોબાઇલ કેવી રીતે રીસેટ કરવો તે સર્ચ પણ માર્યું હોવાનું જણાવ્યું હતું તેમજ લાંચની રકમના વહિવટ પર પણ તેઓ સીધી જ નજર રાખતા હતા. જયારે પૂર્વ કલેકટરની જામીન અરજીમાં તેઓની તબિયત સારી નહી હોવાનું, મુખ્ય ગુન્હામાં હજુ ચાર્જશીટ દાખલ નથી કરી, અન્ય સહ આરોપીઓની ધરપકડ નથી કરી વગેરે બાબતોનો ઉલ્લેખ કરી જામીન અરજી કરવામાં આવી હતી પરંતુ હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવતા જમીન કૌભાંડ મામલે હજુ પુર્વ કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલને જેલમાં જ રહેવાનો વારો આવ્યો છે.

– Viren Dangrecha.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…
Next: મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

Related News

file_0000000029308208bc6daf60e576ed0c

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

hellogujaratnews24x7@gmail.com July 30, 2026
file_00000000265c81fb8789c7e1dacc6803

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

hellogujaratnews24x7@gmail.com July 18, 2026
Screenshot_20260615-144132_ChatGPT

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

hellogujaratnews24x7@gmail.com June 15, 2026

Recent Posts

  • સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.
  • સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…
  • મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…
  • સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…
  • પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

Recent Comments

No comments to show.

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Sayla
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_0000000029308208bc6daf60e576ed0c

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

hellogujaratnews24x7@gmail.com July 30, 2026
file_00000000265c81fb8789c7e1dacc6803

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

hellogujaratnews24x7@gmail.com July 18, 2026
file_000000005058720b9a44672e35045dbb

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

hellogujaratnews24x7@gmail.com July 7, 2026
file_0000000085bc72069e7bee3f786ec5af

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

hellogujaratnews24x7@gmail.com June 30, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.