તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત ) ૨૦૨૬ના એવોર્ડ સમારંભમાં ભારતની સૌથી બેસ્ટ ફૂડ કોર્ટનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડથી સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા ખાતે અમદાવાદ-કરછ હાઇવે પર હળવદ રોડ પર આવેલ સર જાડેજા હોટલને સન્માનિત કરવામાં આવી છે. જે ધ્રાંગધ્રા તાલુકા સહિત સમગ્ર ગુજરાત માટે પણ ગૌરવવંતી વાત છે. આ સન્માન એ પણ દર્શાવે છે કે ગુજરાતની હાઈવે પરની હોટલોમાં સર જાડેજા હોટલ સર્વિસ અને ગુણવત્તા સહિત સ્વાદની બાબતોમાં સૌથી ઉચ્ચ કક્ષાની ગુણવત્તા ધરાવે છે. સર જાડેજા હોટલના સંસ્થાપક ઉપેન્દ્રસિંહ.જાડેજાના આ નવતર પ્રયોગ તેમજ અદ્યતન વ્યવસાયિક વિચારે હાઇવે ફૂડ ઈન્ડસ્ટ્રીઝની એક નવી વ્યાખ્યા આપી છે. તેમજ જયાં હાઇવે પર નિત નવા ગુણવત્તા અને વૈવિધ્યપૂર્ણ સ્વાદિષ્ટ ફૂડની સાથે સિનેમા, રૂમ્સ, ગેમ ઝોન તેમજ ઈલેક્ટ્રીક કાર ચાર્જીંગ પોઇન્ટની વ્યવસ્થા સહિતની તમામ વ્યવસ્થાની સુવિધાઓ બધું એક જ સ્થળે ઉપલબ્ધ કરાવીને હાઇવેના પ્રવાસને એક નવી આરામદાયક દિશા આપી છે અને એમના આ સફળ સાહસ બદલ zee bussiness(ઝી બિઝનેસ) પર સર જાડેજાના સંસ્થાપક ઉપેન્દ્રસિંહ જાડેજાનું પોડકાસ્ટ પણ કરવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર જીલ્લાની હોટલની બેસ્ટ હોટલનો એવોર્ડ પ્રાપ્ત થતા સમગ્ર રાજ્ય સાથે ઝાલાવાડનું પણ ગૌરવ વધાર્યું છે. જે બદલ હોટલના સંસ્થાપક સહિત સમગ્ર સ્ટાફને રાજકીય, સામાજીક આગેવાનો સહિત શહેરીજનોએ અભિનંદન તેમજ શુભેરછાઓ પાઠવી હતી.
– Viren Dangrecha.


