Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

hellogujaratnews24x7@gmail.com July 18, 2026
file_00000000265c81fb8789c7e1dacc6803

Dt. 18.07.2026.

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર ACB પોલીસ મથકે તત્કાલીન પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના તત્કાલીન પી.એ. જયરાજસિંહ હરપાલસિંહ ઝાલા (નાયબ મામલતદાર) સામે અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ ACB દ્વારા કરવામાં આવેલ તપાસ દરમિયાન જયરાજસિંહ ઝાલાએ પોતાની કાયદેસરની આવક કરતાં વધુ સંપત્તિ એકત્ર કરી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં કુલ રૂ. ૧,૩૪,૭૮,૮૨૭ (અંકે રૂપિયા એક કરોડ, ચોત્રીસ લાખ, અઠ્ઠોતેર હજાર, આઠસો સત્તાવીસ)ની અપ્રમાણસર મિલકત વસાવ્યાનું ખુલ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તેમજ ફરિયાદ મુજબ આરોપીએ સરકારી હોદ્દાનો ગેરકાયદેસર રીતે દુરુપયોગ કરી પોતાના તેમજ સગા-સંબંધીઓના નામે સ્થાવર અને જંગમ મિલકતોમાં રોકાણ કર્યું હતું. તપાસમાં તેમની કાયદેસરની આવકની સરખામણીએ ૫૩.૬૦ ટકા વધુ અપ્રમાણસર મિલકત હોવાનું બહાર આવતા ACB દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છેકે સુરેન્દ્રનગર જીલ્લાના કરોડો રૂપિયાના જમીન કૌભાંડ મામલે પુર્વ અને સસ્પેન્ડ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી હાલ જેલ હવાલે છે ત્યારે પૂર્વ પી.એ. જયરાજસિંહ ઝાલા સામે અપ્રમાણસર મિલકતનો ગુન્હો નોંધાતા આગામી સમયમાં સમગ્ર કૌભાંડ મામલે નવા જુની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.

– Viren Dangrecha. ( Mo.9825476964. )

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…
Next: સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

Related News

file_0000000029308208bc6daf60e576ed0c

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

hellogujaratnews24x7@gmail.com July 30, 2026
file_0000000085bc72069e7bee3f786ec5af

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

hellogujaratnews24x7@gmail.com June 30, 2026
Screenshot_20260615-144132_ChatGPT

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

hellogujaratnews24x7@gmail.com June 15, 2026

Recent Posts

  • સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.
  • સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…
  • મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…
  • સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…
  • પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

Recent Comments

No comments to show.

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Sayla
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_0000000029308208bc6daf60e576ed0c

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

hellogujaratnews24x7@gmail.com July 30, 2026
file_00000000265c81fb8789c7e1dacc6803

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

hellogujaratnews24x7@gmail.com July 18, 2026
file_000000005058720b9a44672e35045dbb

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

hellogujaratnews24x7@gmail.com July 7, 2026
file_0000000085bc72069e7bee3f786ec5af

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

hellogujaratnews24x7@gmail.com June 30, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.