Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

ચોટીલા તાલુકામાં સ્થાનિક ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પડ્યો ફટકો

hellogujaratnews24x7@gmail.com April 4, 2026
IMG-20260404-WA0049

સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી જાહેર થતા જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ચોટીલા તાલુકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરોએ પક્ષને રામ રામ કરી ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી આગામી એપ્રિલમાં યોજાનાર છે ત્યારે આ ચૂંટણીમાં જીત મેળવવા રાજકીય પક્ષો દ્વારા કમર કસવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ચોટીલા તાલુકામાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે ચોટીલા કોંગ્રેસના આગેવાન તેમજ કુંઢડા ગામના સરપંચ ભોળાભાઈ રાઠોડ, મોટા કાંધાસર ગામના સરપંચ વિરમભાઈ સોળમિયા, ભરતભાઈ મકવાણા સહિતનાઓએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના આગેવાન અને કાબરણ‌ ગામના સરપંચ રત્નાભાઈ ડાભીએ પણ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે સાથે સાથે અમુક કાર્યકરો પણ ભાજપમાં જોડાતા ચોટીલા તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ ખાચર સહિતના હોદેદારોએ તમામને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. આમ ચોટીલા તાલુકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદેદારોએ પક્ષ સાથે ચૂંટણી પહેલા છેડો ફાડી ભાજપમાં જોડાતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર LCB પોલીસ દ્વારા ધ્રાંગધ્રા હાઈવે પર થી ઈંગ્લીશ દારૂ ભરેલ કાર ઝડપાઈ
Next: જોરાવરનગર પોલીસે અમદાવાદ–રાજકોટ નેશનલ હાઇવે પરથી રૂ.95.94 લાખની કિંમતનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો

Related News

file_00000000714071fa9f02b7ddd95ae060

ચોટીલા ડેપ્યુટી કલેકટર H.T.મકવાણા અને ટીમ દ્વારા સુખભાદર નદીના પટમાંથી ગેરકાયદેસર કાળી રેતીનું ખનન ઝડપી પાડ્યું.

hellogujaratnews24x7@gmail.com May 10, 2026
file_0000000019c8720983183c632341dcb5

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે ચોટીલા તાલુકામાંથી ઈંગ્લીશ દારૂ સાથે 03 શખ્સોને ઝડપી લીધા

hellogujaratnews24x7@gmail.com May 7, 2026
file_0000000033747207b9194ec21a356982

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા ચોટીલાના ખેરાણા ગામની સીમમાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો.

hellogujaratnews24x7@gmail.com May 1, 2026

Recent Posts

  • ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામના પ્રગતિશીલ ખેડુત ભરતભાઈ ડેડાણીયાએ ઝાલાવાડમાં મીઠી ક્રાંતિ સર્જી નવી રાહ ચીંધી…
  • સુરેન્દ્રનગર જીલ્લાના ૪૦૦ થી વધુ મેડિકલ સ્ટોર્સ તા.20 મે ને બુધવારના રોજ બંધ રાખી વિરોધ કરશે.
  • મુળી, થાન અને સાયલા તાલુકામાંથી વોટ્સઅપ ગ્રુપ દ્વારા ભૂમાફિયાઓને માહિતી આપનાર ૪૦ શખ્સો ઝડપાયા.
  • સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુની બેદરકારી દાખવનાર PSI સામે કડક કાર્યવાહી.
  • સાયલાના સુદામડા ગામની સીમમાંથી ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું ખનન સહિત ફૂલ રૂ.3.40 કરોડનો મુદામાલ ઝડપાયો….

Recent Comments

No comments to show.

Archives

  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Sayla
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_00000000559c720bb38f9c8ee1068f0f

ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામના પ્રગતિશીલ ખેડુત ભરતભાઈ ડેડાણીયાએ ઝાલાવાડમાં મીઠી ક્રાંતિ સર્જી નવી રાહ ચીંધી…

hellogujaratnews24x7@gmail.com May 20, 2026
file_000000009ce07209878695d53a3775c4

સુરેન્દ્રનગર જીલ્લાના ૪૦૦ થી વધુ મેડિકલ સ્ટોર્સ તા.20 મે ને બુધવારના રોજ બંધ રાખી વિરોધ કરશે.

hellogujaratnews24x7@gmail.com May 19, 2026
file_000000005abc7208af91076eee517e8c

મુળી, થાન અને સાયલા તાલુકામાંથી વોટ્સઅપ ગ્રુપ દ્વારા ભૂમાફિયાઓને માહિતી આપનાર ૪૦ શખ્સો ઝડપાયા.

hellogujaratnews24x7@gmail.com May 17, 2026
file_00000000677c71fa981ceb5ff746c6b6

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુની બેદરકારી દાખવનાર PSI સામે કડક કાર્યવાહી.

hellogujaratnews24x7@gmail.com May 16, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.