Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા ચોટીલાના ખેરાણા ગામની સીમમાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો.

hellogujaratnews24x7@gmail.com May 1, 2026
file_0000000033747207b9194ec21a356982

રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા ચોટીલા તાલુકામાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂ સહિતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. ચોટીલા તાલુકાના ખેરાણા ગામની સીમમાં આવેલી એક વાડીમાં દરોડો પાડી પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે દરોડા દરમિયાન ઈંગ્લીશ દારૂની નાની બોટલો નંગ ૩૬૦૦, કુલ કિંમત રૂ. ૩.૬૦ લાખ તથા એક ટુ-વ્હીલર કિંમત રૂ. ૪૦ હજાર મળી કુલ રૂ. ૦૪ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કેટલાક શખ્સો નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, દારૂનો જથ્થો ભરી આપનાર તેમજ મંગાવનાર શખ્સો સામે પણ ચોટીલા પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મહત્વનું એ છે કે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રાજકોટ રેન્જ આઈજીની ટીમ દ્વારા આ રેઇડ કરવામાં આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક વિસ્તારમાં દારૂનો આટલો મોટો જથ્થો હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ કેમ રહી તે મુદ્દે ચર્ચાઓ હાલ તેજ બની છે. આ સમગ્ર કામગીરીમાં પી.આઈ અપૂર્વ પટેલ, પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, સી.એમ. કાંટેલીયા, યોગરાજસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કુલદીપસિંહ ચુડાસમા, અતુલભાઈ ડાભી, ફતેસિંહ પરમાર, દિનેશભાઈ ગઢવી સહિતનાઓ જોડાયા હતા.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ભાજપની શાનદાર જીત : વિપક્ષોના સુપડા સાફ…
Next: સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ ગીરવે મુકેલ 35 તોલા સોનાના દાગીના પરત અપાવ્યા

Related News

file_00000000714071fa9f02b7ddd95ae060

ચોટીલા ડેપ્યુટી કલેકટર H.T.મકવાણા અને ટીમ દ્વારા સુખભાદર નદીના પટમાંથી ગેરકાયદેસર કાળી રેતીનું ખનન ઝડપી પાડ્યું.

hellogujaratnews24x7@gmail.com May 10, 2026
file_0000000019c8720983183c632341dcb5

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે ચોટીલા તાલુકામાંથી ઈંગ્લીશ દારૂ સાથે 03 શખ્સોને ઝડપી લીધા

hellogujaratnews24x7@gmail.com May 7, 2026
IMG-20260425-WA0036

ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી.મકવાણા દ્વારા અસામાજીક પ્રવૃતિ કરતા ૦૮ શખ્સોને તડીપાર કરાયા

hellogujaratnews24x7@gmail.com April 25, 2026

Recent Posts

  • સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.
  • સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…
  • મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…
  • સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…
  • પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

Recent Comments

No comments to show.

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Sayla
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_0000000029308208bc6daf60e576ed0c

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

hellogujaratnews24x7@gmail.com July 30, 2026
file_00000000265c81fb8789c7e1dacc6803

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

hellogujaratnews24x7@gmail.com July 18, 2026
file_000000005058720b9a44672e35045dbb

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

hellogujaratnews24x7@gmail.com July 7, 2026
file_0000000085bc72069e7bee3f786ec5af

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

hellogujaratnews24x7@gmail.com June 30, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.