Surendranagar

સુરેન્દ્રનગરના તત્કાલીન ના.મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે કરોડો રૂપિયાના જમીન કૌભાંડ મામલે ACB માં વધુ એક ફરિયાદ

સુરેન્દ્રનગર ખાતે ગત ડિસેમ્બર ૨૦૨૫માં ઈ.ડી.ની રેઇડ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને અંદાજે રૂ.૧૫૦૦ કરોડ થી વધુનું જમીન એન.એ.કૌભાંડ બહાર આવ્યું હતું. જે મામલે સુરેન્દ્રનગર ACB પોલીસ મથકે અપ્રમાણસર મિલકત અંગે તત્કાલિન જીલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, તત્કાલીન કલાર્ક મયુરસિંહ ગોહિલ અને તત્કાલીન કલેક્ટરના પી.એ.જયરાજસિંહ ઝાલા સામે ગુન્હો નોંધાયો હતો. જે સમગ્ર ગુન્હાની તપાસ સુરેન્દ્રનગર ACB ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને વધુ તપાસ દરમિયાન એપ્રિલ ૨૦૧૩ થી ડિસેમ્બર-૨૦૨૫ ના સમયગાળા દરમિયાન ચંદ્રસિંહ મોરી દ્વારા ગેરકાયદેસર રીતે રૂ.૧,૨૨,૨૭,૬૫૮ (રૂ.૧.૨૨ કરોડ થી વધુ) એટલે કે ૫૬.૮૯% જેટલી વધુ અપ્રમાણસર મિલકતો પોતાના તથા પરિવારજનોના નામે વસાવેલ હોવાનું બહાર આવતા સુરેન્દ્રનગર ACB પોલીસ મથકે અપ્રમાણસર મિલકત અંગે વધુ એક ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ કરોડો રૂપિયાના જમીન એન.એ. કૌભાંડમાં હાલ જેલ હવાલે છે.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

લીંબડી તાલુકાના કોળી સમાજના ભાજપના આગેવાન સહિત ૫૦ થી વધુ કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જ સુરેન્દ્રનગર જીલ્લામાં ભાજપમાં ગાબડું પડ્યું છે. લીંબડી તાલુકાના કોળી સમાજના…

7 hours ago

લખતર મામલતદાર કચેરીમાં રૂ.20,000ની લાંચ લેતા નાયબ મામલતદાર અને પટ્ટાવાળા સહિત બે ઝડપાયા

સુરેન્દ્રનગર જીલ્લાના લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહેસુલ વિભાગના નાયબ મામલતદાર અને આઉટસોર્સિંગ પટ્ટાવાળો સુરેન્દ્રનગર…

19 hours ago

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા શહેરી વિસ્તારની હોટલો અને ગેસ્ટ હાઉસમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ અલગ અલગ હોટલો તેમજ ગેસ્ટ હાઉસમાં સરપ્રાઈઝ ચેકીંગ…

1 day ago

સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી અંગે તમામ સુવિધાઓ સાથે મેનીફેસ્ટો (કમિટમેન્ટ) જાહેર કરાયું

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસ દ્વારા પોતાનું મેનીફેસ્ટો (કમિટમેન્ટ) જાહેર કરવામાં આવ્યું છે.…

2 days ago

સુરેન્દ્રનગર LCB પોલીસે આણંદપુર ગામની સીમમાં વાડીના ખાડામાં દાટીને સંતાડેલ ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર જીલ્લામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર LCB પોલીસે…

3 days ago

વઢવાણના કોઠારિયા ખાતે પૂ.વજા ભગતની ૧૧મી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે

વઢવાણ તાલુકાના કોઠારિયા ગામ ખાતે આવેલ શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ-ગૌશાળા પરિવાર દ્વારા પ.પૂ. શ્રી…

3 days ago