Chotila

સુરેન્દ્રનગર LCB પોલીસે આણંદપુર ગામની સીમમાં વાડીના ખાડામાં દાટીને સંતાડેલ ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર જીલ્લામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આણંદપુર પોલીસ મથકની હદમાં આણંદપુર ગામની સીમમાં થી ઈંગ્લીશ દારૂ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો જ્યારે હાજર મળી નહિ આવેલ શખ્સ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ LCB પોલીસે ચોટીલા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન બાતમીના આધારે આણંદપુર ગામની સીમમાં આવેલ વાડી પાસે જમીનમાં ખાડો કરીને દાટીને સંતાડેલ ઈંગ્લીશ દારૂની નાની બોટલો નંગ ૨૧૬૦ કિંમત રૂ.૫,૯૪,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે રેઇડ દરમિયાન હાજર મળી નહિ આવેલ શખ્સ સાહિલભાઈ ઇદ્રિશભાઈ ભટ્ટી, રહે.આણંદપુર વાળા સામે સ્થાનિક પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સમગ્ર કામગીરીમાં LCB પી.આઈ. જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ એન.એ.રાયમા સહિત સ્ટાફના પ્રવિણભાઈ કોલા, દેવરાજભાઈ જોગરાજીયા, વજાભાઈ સાનિયા, મેહુલભાઈ મકવાણા સહિતનાઓ જોડાયા હતા.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

સુરેન્દ્રનગર, તા.૧૪ સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી…

1 month ago

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

3 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

3 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

3 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

4 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

4 months ago