વઢવાણ તાલુકાના કોઠારિયા ગામ ખાતે આવેલ શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ-ગૌશાળા પરિવાર દ્વારા પ.પૂ. શ્રી વજા ભગતની ૧૧મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તા.૧૧ એપ્રિલ થી તા.૧૭ એપ્રિલ સુધી યોજાશે. સપ્તાહ દરમિયાન પ્રખ્યાત કથાકાર જીજ્ઞેશદાદા દ્વારા સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન પોથીયાત્રા, શોભાયાત્રા, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, વામન જન્મોત્સવ, ગિરિરાજ ઉત્સવ તથા રુક્મિણી વિવાહ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ મહાપ્રસાદ તેમજ રાત્રે લોક ડાયરો, રાસ-ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.આ પ્રસંગે રાજ્યભરના સંતો-મહંતો ઉપસ્થિત રહેશે, જેમાં દુધરેજ વડવાળા મંદિરના મહામંડલેશ્વર પૂ.કનીરામ બાપુ, લઘુ મહંત પૂ. નાગરદાસ બાપુ, કોઠારી પૂ. મુકુંદરામ બાપુ તથા દુધઈ વડવાળા મંદિરના પૂ. રામબાલક દાસ બાપુ સહિતના સંતો મહંતો અને મહાનુભાવો હાજરી આપશે. આ આયોજનને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર, તા.૧૪ સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…
Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…