Surendranagar

વઢવાણ હવામહેલ ખાતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વઢવાણ ખાતે આવેલા હવા મહેલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતા રહી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાજપમાં નારાજ રહેલા આગેવાનો અને કાર્યકરોને સમજાવીને પક્ષમાં પાછા જોડાવા અપીલ કરી હતી. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ પક્ષો ચૂંટણી જીતવા કરતાં સોશિયલ મીડિયામાં દેકારો કરી લોકોમાં ભ્રમ ફેલાવવા પ્રયત્ન કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચૂંટણી પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો લોકો વચ્ચે જોવા પણ નહીં મળે. કાર્યક્રમમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામ ૧૩ વોર્ડના ભાજપના ઉમેદવારોને જનસેવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. સાથે જ મતદારોના પ્રશ્નોનો સમયસર નિકાલ કરવા તથા ઘર-ઘર સંપર્ક અભિયાન દ્વારા વિકાસના મુદ્દાઓ સાથે મત માંગવા સૂચના આપવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તમામ ૧૩ વોર્ડના ભાજપના ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૦૮માં સાસુ અને પુત્રવધુ વચ્ચે સામ સામે જંગ જામશે

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર ૦૮માં અનોખો રાજકીય જંગ જામશે તેમ લાગી રહ્યું છે.…

5 hours ago

ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર ૦૧માં ભાજપની પેનલ બિનહરીફ વિજેતા બની

સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ ધ્રાંગધ્રા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ વોર્ડ નં. ૦૧ માં ભાજપની…

1 day ago

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે ભાજપના 02 પુર્વ સદસ્યોને ટિકિટ નહી મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકારણમાં ગરમાવો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તા.૧૧ એપ્રિલને શનિવારના રોજ ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાંથી ટિકિટ નહી…

1 day ago

સુરેન્દ્રનગર SOG પોલીસે ધ્રાંગધ્રા શહેરના રહેણાંક મકાનમાંથી સુકા ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર SOG પોલીસ ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન બાતમીના આધારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં…

3 days ago

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાતા મોટો ફટકો

સુરેન્દ્રનગર જીલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ને ધ્યાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે તેમજ રાજકીય…

3 days ago

સુરેન્દ્રનગરના તત્કાલીન ના.મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે કરોડો રૂપિયાના જમીન કૌભાંડ મામલે ACB માં વધુ એક ફરિયાદ

સુરેન્દ્રનગર ખાતે ગત ડિસેમ્બર ૨૦૨૫માં ઈ.ડી.ની રેઇડ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને અંદાજે…

4 days ago