Surendranagar

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાતા મોટો ફટકો

સુરેન્દ્રનગર જીલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ને ધ્યાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે તેમજ રાજકીય પક્ષો દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. જે અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ સૌ પ્રથમ વખત ચુંટણી યોજાઈ રહી છે જે ચુંટણીમાં જીત મેળવવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે મનપાની ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ અલગ અલગ વોર્ડના ૦૬ ઉમેદવારો સહિત અંદાજે ૬૦ થી વધુ કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. જ્યારે આમ આદમી પાર્ટીમાં પ્રદેશ કક્ષાએ કાર્યકરોની અવગણના અને સંગઠનનો અભાવ તેમજ આંતરિક વિખવાદને કારણે પક્ષને છોડ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ટિકિટ ફાળવણીમાં અન્યાય કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કર્યો હતો. જયારે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાનાર તમામ આગેવાનો અને કાર્યકરોનું જીલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીયા, વિપુલ ચૌહાણ સહિતનાઓએ ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવારો દીપક ચિહલા, ભાવિન મર્યા, કૃણાલ શાહ, નેન્સી શાહ સહિતના ૬૦ થી વધુ કાર્યકરોએ ભાજપમાં જોડાતા આવનાર ચૂંટણી પરિણામ પર તેની અસર પડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

3 months ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

3 months ago