Chotila

ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે ચૈત્રી પુનમને દિવસે અંદાજે ૦૪ લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા.

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પુનમને દિવસે ચામુંડા માતાજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને સવાર થી રાત સુધીમાં લાખોની સંખ્યામાં ભક્તોને ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા.

ચોટીલા ખાતે આવેલ ચામુંડા માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને ચામુંડા માતાજીના દર્શનાર્થે બારે મહિના ભક્તોની ભીડ જોવા મળે છે. જેમાં ખાસ કરીને રવિવાર, પુનમ અને નવરાત્રીના દિવસો દરમિયાન સૌથી વધુ ભક્તોની ભીડ ઉમટી પડે છે. ત્યારે ચૈત્રી પુનમને દિવસે સવાર થી ભક્તોનું ઘોડાપુર ચામુંડા માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યું હતું. ચૈત્રી પૂનમ નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા ચૌદસ અને પૂનમ બે દિવસ દરમિયાન ભોજનાલયમાં ભોજન પ્રસાદના સમયમાં ફેરફાર કરી સવારે ૯:૦૦ વાગ્યા થી રાત્રી ના ૯:૦૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીનો ભોજન રૂપી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. લાખોની સંખ્યામાં ભક્તોએ ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા અને આટલી ભીડ હોવા છતાં કોઈ પણ અનિચ્છનીય બનાવ નહી બનતા મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગે રાહત શ્વાસ લીધો હતો. જ્યારે બીજી બાજુ મહેસાણા, વિરમગામ, કડી, કલોલ, બહુચરાજી, સાબરકાંઠા, ગોધરા સહિતના શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં પગપાળા સંઘ, પદયાત્રીઓ ઉમટી પડ્યાં હતા અને ચૈત્રી પુનમને દિવસે ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. એક અંદાજ મુજબ ચૈત્રી પુનમને દિવસે રાજ્ય સહિત અન્ય રાજ્યોમાંથી અંદાજે ૦૪ લાખથી વધુ ભક્તોએ ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

hellogujaratnews24x7@gmail.com

Share
Published by
hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર બન્યું હનુમાન નગર, જિલ્લાના 4000 મંદિરોમાં હનુમાન જયંતીની ઉજવણી

સમગ્ર દેશની સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં…

14 hours ago

થાનગઢના સોનગઢ ગામમાં ફરી દીપડાનો આતંક: બે વાછરડા પર હુમલો, એકનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામમાં વહેલી સવારે દીપડાએ ત્રાટકીને પશુપાલકોમાં ભયનો માહોલ પેદા કર્યો…

2 days ago

લીયાદ પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ અને વિદાય સમારોહ યોજાયો

લીંબડી તાલુકાની લીયાદ પ્રાથમિક શાળામાં તાજેતરમાં વાર્ષિકોત્સવ અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું ભવ્ય…

2 days ago

ખાદ્યતેલમાં કમરતોડ મોંઘવારી: સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતા સામાન્ય જનતા પર આર્થિક બોજ વધ્યો છે. છેલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘનું દ્વારકા ખાતે વાર્ષિક અધિવેશન: શ્રેષ્ઠ શાળાઓ અને આચાર્યોનું સન્માન

સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે વાર્ષિક અધિવેશન…

2 days ago