Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા શહેરી વિસ્તારની હોટલો અને ગેસ્ટ હાઉસમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

hellogujaratnews24x7@gmail.com April 7, 2026
IMG-20260407-WA0092

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ અલગ અલગ હોટલો તેમજ ગેસ્ટ હાઉસમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં SOG ટીમ, એ-ડિવિઝન, બી-ડિવિઝન ટીમ સહિતના સ્ટાફે શહેરી વિસ્તારમાં આવેલ અલગ અલગ હોટલોમાં ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં પાવર હાઉસ રોડ પર આવેલ હોટલ ધ પેલેસના માલિક ક્રિપાલસિંહ ભવાનીસિંહ જાડેજા, રહે. ધ્રાંગધ્રા અને એમ.પી.શાહ આર્ટસ કોલેજ સામે આવેલ હોટલ બ્લુ બર્ડના માલિક દેવાંગભાઈ મનુભાઈ ખાંભલા, રહે. કોરડા, તા.ચુડા વાળા સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ટીમ દ્વારા ચેકીંગ દરમિયાન આ બન્ને હોટલોમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના સગીરોને વાલીની મંજુરી વગર રૂમ ભાડે આપવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આથી બન્ને હોટલોના માલિકોને સગીરોને વાલીની મંજુરી વગર રૂમ નહીં આપવા, ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે હોટલ નહીં આપવી, સીસીટીવી કેમેરાનો રેકર્ડ એક મહિના સુધી સાચવવો અને પથિક સોફ્ટવેરમાં દરેક ગ્રાહકની ઓનલાઈન એન્ટ્રી કરવી સહિતની બાબતો અંગે કડક સુચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં આવેલ સેટર્ન હોટલ, શિવશક્તિ ગેસ્ટ હાઉસ, હર્ષદ ગેસ્ટ હાઉસ, આંગન હોટલ, વૃંદાવન હોટલ, સ્કાય ઈન હોટલ, ડાયમંડ હોટલ સનરાઈઝ ગેસ્ટ હાઉસમાં પણ ચેકીંગ હાથ ધરી કડક સૂચનાઓ આપી હતી. આ કામગીરીમાં SOG પી.આઈ. બી.એચ.સિંગરખીયા, પીએસઆઈ એન.એ. રાયમા, આર.જે.ગોહિલ તેમજ એ-ડિવિઝન પીએસઆઈ બી.કે. મારૂડા, પીએસઆઈ આર.જી. ચુડાસમા તથા બી-ડિવિઝન પીએસઆઈ એમ.બી.ઝેબલીયા, પીએસઆઈ જે.એમ.પટેલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી અંગે તમામ સુવિધાઓ સાથે મેનીફેસ્ટો (કમિટમેન્ટ) જાહેર કરાયું
Next: લખતર મામલતદાર કચેરીમાં રૂ.20,000ની લાંચ લેતા નાયબ મામલતદાર અને પટ્ટાવાળા સહિત બે ઝડપાયા

Related News

file_00000000265c81fb8789c7e1dacc6803

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

hellogujaratnews24x7@gmail.com July 18, 2026
file_0000000085bc72069e7bee3f786ec5af

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

hellogujaratnews24x7@gmail.com June 30, 2026
Screenshot_20260615-144132_ChatGPT

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

hellogujaratnews24x7@gmail.com June 15, 2026

Recent Posts

  • સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…
  • મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…
  • સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…
  • પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…
  • ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

Recent Comments

No comments to show.

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Sayla
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_00000000265c81fb8789c7e1dacc6803

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

hellogujaratnews24x7@gmail.com July 18, 2026
file_000000005058720b9a44672e35045dbb

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

hellogujaratnews24x7@gmail.com July 7, 2026
file_0000000085bc72069e7bee3f786ec5af

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

hellogujaratnews24x7@gmail.com June 30, 2026
file_0000000096dc71fa9ccf7484d02d5e0f

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

hellogujaratnews24x7@gmail.com June 23, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.