સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ અલગ અલગ હોટલો તેમજ ગેસ્ટ હાઉસમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં SOG ટીમ, એ-ડિવિઝન, બી-ડિવિઝન ટીમ સહિતના સ્ટાફે શહેરી વિસ્તારમાં આવેલ અલગ અલગ હોટલોમાં ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં પાવર હાઉસ રોડ પર આવેલ હોટલ ધ પેલેસના માલિક ક્રિપાલસિંહ ભવાનીસિંહ જાડેજા, રહે. ધ્રાંગધ્રા અને એમ.પી.શાહ આર્ટસ કોલેજ સામે આવેલ હોટલ બ્લુ બર્ડના માલિક દેવાંગભાઈ મનુભાઈ ખાંભલા, રહે. કોરડા, તા.ચુડા વાળા સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ટીમ દ્વારા ચેકીંગ દરમિયાન આ બન્ને હોટલોમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના સગીરોને વાલીની મંજુરી વગર રૂમ ભાડે આપવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આથી બન્ને હોટલોના માલિકોને સગીરોને વાલીની મંજુરી વગર રૂમ નહીં આપવા, ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે હોટલ નહીં આપવી, સીસીટીવી કેમેરાનો રેકર્ડ એક મહિના સુધી સાચવવો અને પથિક સોફ્ટવેરમાં દરેક ગ્રાહકની ઓનલાઈન એન્ટ્રી કરવી સહિતની બાબતો અંગે કડક સુચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં આવેલ સેટર્ન હોટલ, શિવશક્તિ ગેસ્ટ હાઉસ, હર્ષદ ગેસ્ટ હાઉસ, આંગન હોટલ, વૃંદાવન હોટલ, સ્કાય ઈન હોટલ, ડાયમંડ હોટલ સનરાઈઝ ગેસ્ટ હાઉસમાં પણ ચેકીંગ હાથ ધરી કડક સૂચનાઓ આપી હતી. આ કામગીરીમાં SOG પી.આઈ. બી.એચ.સિંગરખીયા, પીએસઆઈ એન.એ. રાયમા, આર.જે.ગોહિલ તેમજ એ-ડિવિઝન પીએસઆઈ બી.કે. મારૂડા, પીએસઆઈ આર.જી. ચુડાસમા તથા બી-ડિવિઝન પીએસઆઈ એમ.બી.ઝેબલીયા, પીએસઆઈ જે.એમ.પટેલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસ દ્વારા પોતાનું મેનીફેસ્ટો (કમિટમેન્ટ) જાહેર કરવામાં આવ્યું છે.…
સુરેન્દ્રનગર જીલ્લામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર LCB પોલીસે…
વઢવાણ તાલુકાના કોઠારિયા ગામ ખાતે આવેલ શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ-ગૌશાળા પરિવાર દ્વારા પ.પૂ. શ્રી…
સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસને મોટી સફળતા મળી છે. અમદાવાદ–રાજકોટ નેશનલ હાઇવે પર વસ્તડી ગામ નજીક ચેકિંગ…
સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી જાહેર થતા જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં…
સુરેન્દ્રનગર જીલ્લા LCB ટીમ દ્વારા ધ્રાંગધ્રા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન માલવણ…