Surendranagar

જોરાવરનગર પોલીસે અમદાવાદ–રાજકોટ નેશનલ હાઇવે પરથી રૂ.95.94 લાખની કિંમતનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસને મોટી સફળતા મળી છે. અમદાવાદ–રાજકોટ નેશનલ હાઇવે પર વસ્તડી ગામ નજીક ચેકિંગ દરમિયાન એક ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ટેન્કરમાંથી કુલ ૭૩૮૦ બોટલ ઇંગ્લિશ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો, જેની અંદાજીત કિંમત રૂ. ૯૫.૯૪ લાખ થાય છે. ઉપરાંત, ટેન્કર (રૂ. ૩૦ લાખ) અને મોબાઇલ સહિત કુલ રૂ. ૧.૨૫ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે ટેન્કર ચાલક ઘેવરચંદ કાનારામ જાગુને ઝડપી પાડી તેની સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે પોલીસ તપાસમાં દારૂ ભરાવનાર, મોકલનાર અને મંગાવનાર વ્યક્તિઓ ઘટના સ્થળે હાજર મળી આવ્યા નહોતા તેથી તેઓ સામે પણ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ કામગીરીમાં પ્રો.એએસપી કરણકુમાર પન્ના, પીએસઆઇ એમ.આર.ગોહિલ સહિત સ્ટાફના રવિભાઈ, ઘનશ્યામભાઈ, અશોકસિંહ, હરદેવસિંહ, દશરથસિંહ, હિતેન્દ્રસિંહ, વિજયસિંહ, યુવરાજસિંહ, મેહુલભાઈ સહિતનાઓ જોડાયા હતા.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

ચોટીલા તાલુકામાં સ્થાનિક ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પડ્યો ફટકો

સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી જાહેર થતા જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં…

15 hours ago

સુરેન્દ્રનગર LCB પોલીસ દ્વારા ધ્રાંગધ્રા હાઈવે પર થી ઈંગ્લીશ દારૂ ભરેલ કાર ઝડપાઈ

સુરેન્દ્રનગર જીલ્લા LCB ટીમ દ્વારા ધ્રાંગધ્રા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન માલવણ…

2 days ago

બગોદરા-લીંબડી નેશનલ હાઈવે પર થી પાણશીણા પોલીસે ઈંગ્લીશ દારૂ સહિત રૂ.૪૭.૬૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર થી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને…

2 days ago

ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે ચૈત્રી પુનમને દિવસે અંદાજે ૦૪ લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા.

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પુનમને દિવસે ચામુંડા માતાજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર…

2 days ago

સુરેન્દ્રનગર બન્યું હનુમાન નગર, જિલ્લાના 4000 મંદિરોમાં હનુમાન જયંતીની ઉજવણી

સમગ્ર દેશની સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં…

3 days ago

થાનગઢના સોનગઢ ગામમાં ફરી દીપડાનો આતંક: બે વાછરડા પર હુમલો, એકનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામમાં વહેલી સવારે દીપડાએ ત્રાટકીને પશુપાલકોમાં ભયનો માહોલ પેદા કર્યો…

4 days ago