સુરેન્દ્રનગર જીલ્લા LCB ટીમ દ્વારા ધ્રાંગધ્રા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન માલવણ તરફથી આવતી એક કારમાં ઈંગ્લીશ દારૂ હોવાની બાતમીના આધારે હાઈવે પર કુડા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન શંકાસ્પદ હાલતમાં કાર નીકળતા તેને રોકતા કાર ચાલકે ફુલ સ્પીડમાં કાર ચલાવી નાશી છૂટવાનો પ્રયાસ કરતા કારનો ફિલ્મી ઢબે પીછો કરી કુડા ચોકડી પાસે કારને રોકી હતી.
જેમાં સવાર ત્રણ શખ્સો પોલીસને જોઈને કાર મુકી નાશી છુટયા હતા ત્યારબાદ કારની તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂની નાની બોટલ ૨૪૪૮ નંગ કિંમત રૂ.૫,૩૨,૧૨૮ તથા કાર કિંમત રૂ.૪,૦૦,૦૦૦ સહિત ફૂલ રૂ.૯,૩૨,૧૨૮નો મુદામાલ કબજે કર્યો હતો અને નાશી છૂટેલ શખ્સ રાહુલ ઉર્ફે ભૂરો રમેશભાઈ મહાલિયા, બે અજાણ્યા શખ્સો તથા કાર માલિક અને ઈંગ્લીશ દારૂ મોકલનાર સહિત પાંચ શખ્સો વિરુધ પોલીસે મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કામગીરીમાં LCB પી.આઈ. જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ એન.એ.રાયમા સહિત સ્ટાફના આસલમખાન મલેક, દશરથભાઈ ધાંધર, સંજયભાઈ પાઠક, પ્રતાપભાઈ ખાચર સહિતનાઓ જોડાયા હતા.
સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર થી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને…
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પુનમને દિવસે ચામુંડા માતાજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર…
સમગ્ર દેશની સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં…
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામમાં વહેલી સવારે દીપડાએ ત્રાટકીને પશુપાલકોમાં ભયનો માહોલ પેદા કર્યો…
લીંબડી તાલુકાની લીયાદ પ્રાથમિક શાળામાં તાજેતરમાં વાર્ષિકોત્સવ અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું ભવ્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતા સામાન્ય જનતા પર આર્થિક બોજ વધ્યો છે. છેલ્લા…