Surendranagar

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકો દ્વારા વિરોધ કરી આ અંગે મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજુઆત કરી હતી. આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષની જેમ ચાલુ વર્ષે આગામી જન્માષ્ટમીના લોકમેળાનું શહેરની એમ.પી.શાહ આર્ટ્સ કોલેજ ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે અહીં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડે છે. ઉપરાંત અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તેમજ ગ્રાઉન્ડમાં દોડ અને કસરત માટે આવતા યુવાનો અને સિનિયર સિટીઝનોને પણ લોકમેળાના કારણે વિક્ષેપ પડવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત આર્ટસ કોલેજની આસપાસ ત્રણ થી ચાર હોસ્પિટલો, શાળાઓ તથા રહેણાંક સોસાયટીઓ આવી હોવાથી લોકમેળા દરમિયાન વધતી ભીડ, ટ્રાફિક અને ઘોંઘાટના કારણે દર્દીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ મેળો પૂર્ણ થઈ ગયા બાદ પણ લાંબા સમય સુધી ગ્રાઉન્ડનું યોગ્ય લેવલીંગ અને સફાઈ નહી થતી હોવાનું પણ જણાવ્યું હતું. આ તમામ બાબતોને ધ્યાને લઈ સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ મહાનગરપાલિકાના કમિશનરને શહેરની આર્ટસ કોલેજના ગ્રાઉન્ડને બદલે અન્ય યોગ્ય સ્થળે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવાની માંગ સાથે લેખિત રજુઆત કરી છે. જયારે મનપા કમિશનર દ્વારા પણ સીનીયર સીટીઝનો અને જાગૃત નાગરિકોની રજુઆતને પગલે આ મામલે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી.

– Viren Dangrecha.

 

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

3 months ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

3 months ago

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

અધિક માસની સોમવતી અમાસનું મહત્ત્વ : હિન્દુ ધર્મમાં અમાસ (અમાવસ્યા) જ્યારે સોમવારે આવે ત્યારે તેને સોમવતી…

3 months ago