Dasada

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક મહિનાથી અગરિયાઓ દ્વારા વિરોધ કરી સરકાર સામે લડત આપવા છતા પણ કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે આ મામલે અગરિયાઓ દ્વારા કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની આગેવાનીમાં પાટડી પ્રાંત કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી મુજબ સરકારની હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ કંપની દ્વારા ખારાઘોડા અને દેગામ રણ વિસ્તારની અંદાજે ૫,૦૦૦ એકર સરકારી જમીન પદ્મનાભ બ્રોકેમ એલએલપી કંપનીને ભાડાપટ્ટે આપવામાં આવી છે. જેમાં હેતુફેર, પર્યાવરણીય ભંગ અને નાણાકીય ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે અગાઉ થોડા દિવસો પહેલા કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જીલ્લા કલેક્ટર સહિત, વન પર્યાવરણ, વાઇલ્ડ લાઈફ, દિલ્હી વીજીલન્સ કમિશન સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરી તપાસની માંગ કરી હતી. તેમ છતાંય આગળ કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા પાટડી પ્રાંત કચેરી ખાતે અગરિયાઓ દ્વારા ધરણા યોજી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે પૂર્વ ધારાસભ્ય અને અગરિયા આગેવાન દ્વારા જણાવ્યા મુજબ કંપની દ્વારા સોલાર એનર્જી અને બ્રોમાઈન પ્રોજેક્ટ માટે અંદાજે ૫૦૦૦ એકર જમીન ભાડાપટ્ટે લીધા બાદ હાલ રણમાં ગેરકાયદેસર ઊંચા પાળા બાંધવામાં આવી રહ્યા છે. જેના કારણે ૪૦૦ થી વધુ પરંપરાગત મીઠું પકવતા અગરિયાઓના રસ્તાઓ અને કુદરતી પ્રવાહ રોકાઈ જવાની ભીતિ ઉભી થઈ છે તેમજ કંપની દ્વારા અહીં મીઠું અને સોલાર એનર્જી ઉત્પાદન કરી વાર્ષિક અંદાજે રૂ.૪૫૦ થી રૂ.૫૫૦ કરોડ જેટલી કમાણી કરવાનો અંદાજ છે. આ જમીન સરકાર દ્વારા માત્ર મીઠાના ઉત્પાદન માટે જ ફાળવવામાં આવી હતી અને સરકારના મહેસુલ વિભાગની મંજુરી વગર અન્ય કોઈને ફાળવી શકાતી નથી છતાં હિન્દુસ્તાન સોલ્ટ કંપની દ્વારા ખાનગી કંપનીને વ્યવસાયિક પ્રવૃતિ માટે ફાળવી અનેક પ્રકારના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આથી જ્યાં સુધી સરકાર દ્વારા કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન શરૂ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

– Viren Dangrecha.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

સુરેન્દ્રનગર, તા.૧૪ સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી…

2 weeks ago

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

3 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

3 months ago