Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૦૩ અને ૦૪ના અપક્ષ ઉમેદવારોના સંયુક્ત કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

hellogujaratnews24x7@gmail.com April 20, 2026
IMG-20260420-WA0055

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર ૦૩ અને ૦૪ના અપક્ષ ઉમેદવારોના સંયુક્ત કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક મતદારો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ દ્વારા પિતા અને પુત્ર એવા બન્ને પૂર્વ સભ્યોને ટિકિટ આપવામાં નહીં આવતા અસંતોષ ફાટી નીકળ્યો હતો. પરિણામે બન્નેએ બળવો કરી અલગ અલગ વોર્ડમાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર ૦૩ના અપક્ષ ઉમેદવાર જામાભાઈ મોતીભાઈ ગરીયા તેમજ વોર્ડ નંબર ૦૪ના અપક્ષ ઉમેદવાર હરેશ જામાભાઈ ગરીયાના સંયુક્ત કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહેતા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોને મળતા સમર્થનને લઈ ચર્ચાઓ તેજ બની છે. જ્યારે બંને ઉમેદવારોએ અગાઉ લોકો વચ્ચે રહી કરેલા વિકાસ કાર્યો અને ઝડપી સમસ્યા નિરાકરણને આધારે મતદારોનો વિશ્વાસ જીતવાનો દાવો કર્યો હતો. મતદારો તરફથી મળતા પ્રતિસાદને ધ્યાનમાં રાખતા વોર્ડ નંબર ૦૩ અને ૦૪માં અપક્ષ ઉમેદવારો મજબૂત પડકાર ઊભો કરશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વઢવાણ ગણપતિ ફાટસર મંદિર ખાતે તા.૨૦ એપ્રિલના રોજ શ્રી ગણેશ ચતુર્થી વાર્ષિક મહોત્સવ યોજાશે.
Next: સુરેન્દ્રનગર A-ડિવિઝન પોલીસે કારના સાયલેન્સરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો

Related News

file_00000000c7d47208abecb20c9a23cf06

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના હોદેદારો….

hellogujaratnews24x7@gmail.com May 28, 2026
file_00000000655871faa0c1d778347ef68f

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ દ્વારા વોટસઅપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓને માહિતી પહોચાડનાર 24 એડમિનને ઝડપી પાડ્યા…

hellogujaratnews24x7@gmail.com May 23, 2026
file_00000000def072079acc9aa05c343296

COCKROACH JANTA PARTY (CJP) અંગે થોડું જાણવા જેવું તો ખરું જ…

hellogujaratnews24x7@gmail.com May 21, 2026

Recent Posts

  • ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડુતો પાવરગ્રીડ કંપની સામે આક્રમક રીતે લડી લેવાના મુડમાં…
  • સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના હોદેદારો….
  • સાયલા-સુદામડા ચોકડી પાસે થી રાજકોટ રેન્જ IG ની ટીમે નકલી DYSPને ઝડપી પાડતા ચકચાર…
  • સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ દ્વારા વોટસઅપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓને માહિતી પહોચાડનાર 24 એડમિનને ઝડપી પાડ્યા…
  • COCKROACH JANTA PARTY (CJP) અંગે થોડું જાણવા જેવું તો ખરું જ…

Recent Comments

No comments to show.

Archives

  • June 2026
  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Sayla
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_00000000818072079255a90a5b273c02

ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડુતો પાવરગ્રીડ કંપની સામે આક્રમક રીતે લડી લેવાના મુડમાં…

hellogujaratnews24x7@gmail.com June 3, 2026
file_00000000c7d47208abecb20c9a23cf06

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના હોદેદારો….

hellogujaratnews24x7@gmail.com May 28, 2026
file_0000000024bc72088fe9860e421552c9

સાયલા-સુદામડા ચોકડી પાસે થી રાજકોટ રેન્જ IG ની ટીમે નકલી DYSPને ઝડપી પાડતા ચકચાર…

hellogujaratnews24x7@gmail.com May 24, 2026
file_00000000655871faa0c1d778347ef68f

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ દ્વારા વોટસઅપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓને માહિતી પહોચાડનાર 24 એડમિનને ઝડપી પાડ્યા…

hellogujaratnews24x7@gmail.com May 23, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.