Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

સુરેન્દ્રનગર LCB પોલીસે 02 શખ્સોને ચોરીના રૂ.31.30 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

hellogujaratnews24x7@gmail.com May 4, 2026
file_00000000ed8c72078918eea7080ab39c

સુરેન્દ્રનગરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે. આ અંગે મળતી માહિતી મુજબ શહેરની અંબિકા પાર્ક સોસાયટી વિસ્તારમાં થોડા દિવસો અગાઉ સોનાના દાગીના બનાવનાર વ્યક્તિના મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરો દ્વારા રોકડ તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. જે બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા આથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ LCB પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે આરોપીઓ ચોરીનો મુદ્દામાલ વેચવા જવાના છે જેના આધારે પોલીસે દુધરેજ કેનાલ નજીક વોચ ગોઠવી બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમજ ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૩૧.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓ વિરુદ્ધ અલગ-અલગ પોલીસ મથકોમાં આશરે ૧૧ જેટલા ગુન્હાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા હાલ વધુ પૂછપરછ ચાલુ રાખવામાં આવી રહી છે અને અન્ય ચોરીના ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ ઝડપાયેલા આરોપીઓ (૧) રવિ હકાભાઈ પાટડિયા (રહે. મફતિયાપરા, સુરેન્દ્રનગર) અને સતિષ ઉર્ફે ભોલો ઉર્ફે ભૂરો બટુકભાઈ વ્યાસ (રહે. ફિરદોશ સોસાયટી, સુરેન્દ્રનગર) વાળા હોવાનું બહાર આવ્યુ હતું. આ સમગ્ર કામગીરીમાં જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચના અને માર્ગદર્શન હેઠળ LCB પીઆઈ જે.જે.જાડેજા, પીએસઆઈ જે.વાય.પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડ પીએસઆઈ એન.એ. રાયમા સહિત સ્ટાફના અજ્યવીરસિંહ, પ્રવિણભાઈ, દેવરાજભાઈ, અશ્વિનભાઈ, મહેન્દ્રભાઈ, ચંદ્રવિજ્યસિંહ, મેહુલભાઈ, વજાભાઈ, ગિરિરાજસિંહ, યુવરાજસિંહ સહિતનાઓ જોડાયા હતા.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ ગીરવે મુકેલ 35 તોલા સોનાના દાગીના પરત અપાવ્યા
Next: સુરેન્દ્રનગરની સરદાર સોસાયટીમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ

Related News

Screenshot_20260615-144132_ChatGPT

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

hellogujaratnews24x7@gmail.com June 15, 2026
file_000000008b1072089dcdbcbc18037133

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં ચેરમેનોની વરણીનું કોકડું ગૂંચવાયું, ફરી બેઠક રદ થતા રાજકારણ ગરમાયું…

hellogujaratnews24x7@gmail.com June 11, 2026
file_00000000a86471faa0f31c82bb44720e

ચુડાના ચોકડી ગામના કુખ્યાત મહાવિરસિંહ સિંધવનું અમદાવાદ ખાતે મોત નીપજતા અનેક ચર્ચાઓ…

hellogujaratnews24x7@gmail.com June 9, 2026

Recent Posts

  • પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…
  • ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…
  • પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?
  • સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં ચેરમેનોની વરણીનું કોકડું ગૂંચવાયું, ફરી બેઠક રદ થતા રાજકારણ ગરમાયું…
  • ચુડાના ચોકડી ગામના કુખ્યાત મહાવિરસિંહ સિંધવનું અમદાવાદ ખાતે મોત નીપજતા અનેક ચર્ચાઓ…

Recent Comments

No comments to show.

Archives

  • June 2026
  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Sayla
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_0000000096dc71fa9ccf7484d02d5e0f

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

hellogujaratnews24x7@gmail.com June 23, 2026
Screenshot_20260623-001312_ChatGPT

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

hellogujaratnews24x7@gmail.com June 22, 2026
Screenshot_20260615-144132_ChatGPT

પુરુષોતમ માસ અને સોમવતી અમાસનો અનોખો સંયોગ…આવો જાણીએ શું છે મહત્વ ?

hellogujaratnews24x7@gmail.com June 15, 2026
file_000000008b1072089dcdbcbc18037133

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં ચેરમેનોની વરણીનું કોકડું ગૂંચવાયું, ફરી બેઠક રદ થતા રાજકારણ ગરમાયું…

hellogujaratnews24x7@gmail.com June 11, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.