Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે દુર દુર થી ભક્તો નવા વર્ષે દર્શનાર્થે ઉમટી પડ્યા

hellogujaratnews24x7@gmail.com November 11, 2026
file_0000000096ac821186e66e77ecba715b

સુરેન્દ્રનગર, તા.૧૧ નવેમ્બર ૨૦૨૬

સુરેન્દ્રનગર જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે બિરાજમાન જગતજનની માં ચામુંડા માતાજીના દર્શનાર્થે દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શનાર્થે ચોટીલા ખાતે પહોંચ્યા હતા. દિવાળીના પર્વથી જ ચોટીલા ડુંગર પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે જેમાં ડુંગરની તળેટીથી લઈને ઉપર આવેલા માતાજીના મંદિર સુધી દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર ડુંગર પર ‘બોલો ચામુંડા માત કી જય’ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. દૂરદૂરથી આવેલા માઈભક્તોએ માં ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ મહાપ્રસાદ અને આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. તહેવારો દરમિયાન ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ચોટીલા ડુંગર ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. દર્શનાર્થીઓને દર્શન કરવામાં તેમજ ડુંગરની ચડતી-ઉતરતી વખતે કોઈ મુશ્કેલી કે હાલાકીનો સામનો કરવો ન પડે તે માટે સુરક્ષા અને વ્યવસ્થાપનના ખાસ આયોજન કરવામાં આવ્યા હતા. તેમજ દિવાળીથી લઈને લાભપાંચમ સુધીના તહેવારોના સમયગાળા દરમિયાન અંદાજે ૦૮ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે ઉમટી પડશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આમ, દિવાળી અને નૂતન વર્ષના પર્વે ચોટીલા યાત્રાધામમાં ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.

– Viren Dangrecha.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

Related News

file_00000000714071fa9f02b7ddd95ae060

ચોટીલા ડેપ્યુટી કલેકટર H.T.મકવાણા અને ટીમ દ્વારા સુખભાદર નદીના પટમાંથી ગેરકાયદેસર કાળી રેતીનું ખનન ઝડપી પાડ્યું.

hellogujaratnews24x7@gmail.com May 10, 2026
file_0000000019c8720983183c632341dcb5

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે ચોટીલા તાલુકામાંથી ઈંગ્લીશ દારૂ સાથે 03 શખ્સોને ઝડપી લીધા

hellogujaratnews24x7@gmail.com May 7, 2026
file_0000000033747207b9194ec21a356982

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા ચોટીલાના ખેરાણા ગામની સીમમાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો.

hellogujaratnews24x7@gmail.com May 1, 2026

Recent Posts

  • ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે દુર દુર થી ભક્તો નવા વર્ષે દર્શનાર્થે ઉમટી પડ્યા
  • વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…
  • સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.
  • સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…
  • મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

Recent Comments

No comments to show.

Archives

  • November 2026
  • September 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Sayla
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_0000000096ac821186e66e77ecba715b

ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે દુર દુર થી ભક્તો નવા વર્ષે દર્શનાર્થે ઉમટી પડ્યા

hellogujaratnews24x7@gmail.com November 11, 2026
file_00000000a8ec820bb38caa52405394a5

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

hellogujaratnews24x7@gmail.com September 14, 2026
file_0000000029308208bc6daf60e576ed0c

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

hellogujaratnews24x7@gmail.com July 30, 2026
file_00000000265c81fb8789c7e1dacc6803

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

hellogujaratnews24x7@gmail.com July 18, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.