સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ ધ્રાંગધ્રા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ વોર્ડ નં. ૦૧ માં ભાજપની સંપૂર્ણ પેનલ બિનહરીફ જાહેર થઈ છે.
વોર્ડ નં. ૦૧ માં ભાજપના ઉમેદવારો સામે કોઈપણ રાજકીય પક્ષ કે અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસ સુધી ફોર્મ ભર્યું નહોતું. જેના પરિણામે સમગ્ર પેનલ બિનહરીફ જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પહેલા જ વોર્ડ નં. ૦૧ના તમામ ચાર ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. જેમાં હેમાબેન સિંગલ, પ્રિયંકાબા જાડેજા, અમરાભાઈ હાડગડા અને રાજેશ પટેલનો સમાવેશ થાય છે. આ બિનહરીફ જીતને લઈને ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જયારે બીજી બાજુ વઢવાણ તાલુકા પંચાયતની મેમકા બેઠકના ઉમેદવાર રેખાબેન મકવાણા અને રામપરા બેઠકના ઉમેદવાર કાનજીભાઈ ચાવડા સામે પણ અંતિમ દિવસે કોઈપણ પક્ષના ઉમેદવારોએ ફોર્મ નહી ભરતા તાલુકા પંચાયતની આ બે બેઠકો પણ ચૂંટણી પહેલા જ બિનહરીફ જાહેર થઈ છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તા.૧૧ એપ્રિલને શનિવારના રોજ ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાંથી ટિકિટ નહી…
સુરેન્દ્રનગર SOG પોલીસ ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન બાતમીના આધારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં…
સુરેન્દ્રનગર જીલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ને ધ્યાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે તેમજ રાજકીય…
સુરેન્દ્રનગર ખાતે ગત ડિસેમ્બર ૨૦૨૫માં ઈ.ડી.ની રેઇડ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને અંદાજે…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જ સુરેન્દ્રનગર જીલ્લામાં ભાજપમાં ગાબડું પડ્યું છે. લીંબડી તાલુકાના કોળી સમાજના…
સુરેન્દ્રનગર જીલ્લાના લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહેસુલ વિભાગના નાયબ મામલતદાર અને આઉટસોર્સિંગ પટ્ટાવાળો સુરેન્દ્રનગર…