Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

પાટડીના કોંગ્રેસના યુવા નેતા તેમજ સવલાસ જીલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર વિક્રમભાઈ રબારી સહિતનાઓ જોડાયા ભાજપમાં

hellogujaratnews24x7@gmail.com April 13, 2026
file_000000003fb472088adfd17699aeb305

સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના નમો કમલમ કાર્યાલય ખાતે પાટડી તાલુકાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે અને આગામી ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ જીલ્લા કોંગ્રેસના મહામંત્રી તેમજ જીલ્લા પંચાયત સવલાસ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ રબારીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા પાટડી તાલુકામાં કોંગ્રેસને મોટું નુકશાન થયુ છે. આ ઉપરાંત પાટડી તાલુકા પંચાયતના કોંગ્રેસના ૦૨ ઉમેદવારો તથા પાટડી નગરપાલિકાના કોંગ્રેસના ૦૮ સદસ્યોએ પણ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયા છે. આ મહત્વપૂર્ણ જોડાણથી પાટડી તાલુકામાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે કોંગ્રેસને છોડનાર આગેવાનોના જણાવ્યા મુજબ તેઓ વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા રહી લોક પ્રશ્નો માટે સંઘર્ષ કરતા હતા પરંતુ કોંગ્રેસ પક્ષ તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા અંતે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. તેમજ કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે જૂના અને અનુભવી આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે આવનારા સમયમાં કોંગ્રેસને વધુ મોટું નુકશાન પહોંચે તેમ લાગી રહ્યું છે. જીલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા સહિતના આગેવાનો દ્વારા ભાજપનો ખેસ પહેરાવી તમામ નવા જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: લખતર-વિરમગામ હાઈવે પર છારદ ગામ પાસે ટ્રકની અડફેટે ૦૭ પદયાત્રીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા
Next: સુરેન્દ્રનગરના રતનપરને પોપટપરા વિસ્તાર સાથે જોડતા રસ્તાના પુનઃનિર્માણની કામગીરી શરૂ થતા સ્થાનિકોમાં આનંદની લાગણી

Related News

file_0000000029308208bc6daf60e576ed0c

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

hellogujaratnews24x7@gmail.com July 30, 2026
file_00000000265c81fb8789c7e1dacc6803

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

hellogujaratnews24x7@gmail.com July 18, 2026
file_0000000085bc72069e7bee3f786ec5af

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

hellogujaratnews24x7@gmail.com June 30, 2026

Recent Posts

  • સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.
  • સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…
  • મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…
  • સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…
  • પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

Recent Comments

No comments to show.

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Sayla
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_0000000029308208bc6daf60e576ed0c

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

hellogujaratnews24x7@gmail.com July 30, 2026
file_00000000265c81fb8789c7e1dacc6803

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

hellogujaratnews24x7@gmail.com July 18, 2026
file_000000005058720b9a44672e35045dbb

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

hellogujaratnews24x7@gmail.com July 7, 2026
file_0000000085bc72069e7bee3f786ec5af

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

hellogujaratnews24x7@gmail.com June 30, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.