સુરેન્દ્રનગર LCB પોલીસે પાટડી તાલુકામાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા સેડલા ગામની સીમ વિસ્તારમાં ટ્રકમાંથી મોટી માત્રામાં દારૂ કબજે કરવામાં આવ્યો હતો. જે અંગે મળતી માહિતી મુજબ, ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી કુલ ૧૧,૨૨૦ બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. ૭૬.૫૬ લાખ થાય છે. ઉપરાંત ટ્રકની કિંમત રૂ. ૨૫ લાખ ગણતા કુલ મળીને રૂ.૧.૦૧ કરોડનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ઘટના સ્થળે ટ્રક ચાલક હાજર મળ્યો નહોતો. આથી પોલીસે ટ્રક ચાલક, ટ્રક માલિક, દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર સહિત કુલ ૦૪ શખ્સો સામે બજાણા પોલીસ મથકે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આટલી મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂ ઝડપાતા, ચૂંટણીને ધ્યાનમાં રાખીને બુટલેગરો દ્વારા જથ્થો મંગાવવામાં આવ્યો હોવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર કામગીરીમાં LCB પીઆઈ જે.જે.જાડેજા, પીએસઆઈ જે.વાય.પઠાણ, ઇન્ચાર્જ પીએસઆઈ એન.એ.રાયમા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…
Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…
તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…