Surendranagar

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ દ્વારા વોટસઅપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓને માહિતી પહોચાડનાર 24 એડમિનને ઝડપી પાડ્યા…

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા સરકારી અધિકારીઓની રેકી કરી ભૂમાફિયાઓને વોટ્સઅપ ગ્રુપ મારફતે માહિતી પહોંચાડતા ૨૪ ગ્રુપ એડમિન શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મુળી, સાયલા, થાન, ચોટીલા સહિતના તાલુકાઓમાં અલગ અલગ નામથી વોટ્સઅપ ગ્રુપ બનાવી તેમાં બાતમીદારોને મેમ્બર તરીકે જોડવામાં આવતા હતા અને આ બાતમીદારો દ્વારા પાનના ગલ્લા, પંચરની દુકાન, કરિયાણાની દુકાન જેવા સ્થળો પર કોઈને શક ન જાય તે રીતે બેસી રહી ભૂમાફિયાઓને પોલીસ તેમજ ખાણ-ખનીજ વિભાગની રેઇડ, અધિકારીઓના લોકેશન અને અન્ય ગુપ્ત માહિતી પહોંચાડવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે ઝડપાયેલા ૨૪ ગ્રુપ એડમિન શખ્સો પાસેથી પોલીસે ૨૦ થી વધુ મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે અને આ મોબાઈલમાં થયેલા મેસેજ, કોલ અને વાતચીતની સાયબર ટીમ દ્વારા માહિતી એકત્ર કર્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ જીલ્લા પોલીસ દ્વારા અલગ અલગ તાલુકાઓમાંથી અંદાજે ૪૦ જેટલા બાતમીદારોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર કાર્યવાહી સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ મહિલા ASP તેમજ લીંબડી, ચોટીલા DYSP તેમજ સાયલા, મુળી અને થાન પોલીસ સ્ટેશનના PI, PSI સહિતની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા ઝડપી પાડેલ ગ્રુપ એડમિન શખ્સોના નામ :

થાન પોલીસ સ્ટેશન : (૧) કાનાભાઇ દેવાભાઇ કમેજળીયા, રહે.મનડાસર (૨) નિલેશભાઇ રઘાભાઇ કઠેસીયા, રહે.સોનગઢ (૩) સોહિલભાઇ અહેમદભાઇ કલાડીયા, રહે.થાન (૪) ગોપાલભાઇ રાજેશભાઈ ડાભી, રહે.રાવરાણી (૫) જયરાજભાઇ બાબભાઇ ખાચર, રહે.થાન (૬) વાઘાભાઇ રૂખડભાઇ ખટાણા, રહે. વેલાળા

સાયલા પોલીસ સ્ટેશન : (૧) પંકજભાઇ મનસુખભાઇ કોઠારીયા, રહે. નવી મોરવાડ (૨) વિક્રમભાઇ શાર્દુલભાઇ જોગરાણા, રહે.જુના જશાપર (૩) રણછોડભાઇ અમરાભાઇ ખાંભલા, રહે.રાતડકી (૪) મહેશભાઇ અરવિંદભાઇ ભાલાળા, રહે.ગુંદીયાવડા (૫) ભગાભાઇ ભીમાભાઇ ચીહલા, રહે.જુના જશાપર

મુળી પોલીસ સ્ટેશન : (૧) ભલુભાઇ(ભટુ) મનુભાઇ સારલા, રહે.દેવપરા (૨) નિલેશભાઇ ઉર્ફે લીલાભાઇ ભીમશીભાઈ લોહ, રહે. ખાખરાથલ (૩) રૂપેશભાઇ જગાભાઇ રબારી, રહે.ખાખરાથલ (૪) નવઘણભાઇ ઉર્ફે ધનાભાઇ હરજીભાઇ અઘારા, રહે. દેવપરા (૫) વિષ્ણુભાઇ હેમુભાઇ અગોલા, રહે.ગઢડા (૬) ટિકુભાઇ કલાભાઇ અગોલા, રહે.ગઢડા (૭) માધુભાઇ સાર્દુલભાઇ અગોલા રહે.ગઢડા (૮) ગીરીરાજભાઇ મકવાણા, રહે.વડોદ (૯) અરજણભાઇ સાકરીયા, રહે.નાના કેરાળા (૧૦) દશરથભાઇ બનેસંગભાઇ રાઠોડ, રહે.મોટા મઢાદ

ચોટીલા પોલીસ સ્ટેશન : (૧) નાગરાજભાઇ જેઠુરભાઈ ખાચર, રહે.જાનીવડલા (૨) વિપુલભાઇ હનાભાઇ બોહકિયા, રહે.દેવસર (૩) રામજીભાઇ જીવણભાઇ સુરેલા, રહે.પાજવાળી

– Viren Dangrecha.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

સુરેન્દ્રનગર, તા.૧૪ સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી…

1 month ago

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

3 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

3 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

3 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

4 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

4 months ago