Surendranagar

COCKROACH JANTA PARTY (CJP) અંગે થોડું જાણવા જેવું તો ખરું જ…

“કોકરોચ જનતા પાર્ટી” (Cockroach Janta Party – CJP) એ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક ડિજિટલ રાજકીય આંદોલન છે. આ કોઈ સત્તાવાર રીતે ચૂંટણી પંચમાં નોંધાયેલ રાજકીય પક્ષ નથી, પરંતુ યુવાનો, બેરોજગારી અને સિસ્ટમ પ્રત્યેના અસંતોષને વ્યક્ત કરતું ઓનલાઈન પ્લેટફોર્મ હોય તેમ લાગી રહ્યું છે. આ ટ્રેન્ડ ખાસ કરીને X (Twitter), Instagram અને Reddit પર ખૂબ જ ઝડપથી ફેલાયો છે.

આ નામ કેમ પડ્યું ? આ સમગ્ર વિવાદની શરૂઆત દેશના સુપ્રીમ કોર્ટના CJI (Chief Justice of India) દ્વારા કરવામાં આવેલ એક ટિપ્પણી પછી થઈ હોવાનું માલુમ પડે છે. સુનાવણી દરમિયાન કેટલાક બેરોજગાર યુવાનો, સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અને RTI કાર્યકરો વિશે “કોકરોચ” જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ શરૂ થયો છે. તેના વિરોધ સ્વરૂપે કેટલાક યુવાનો અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટોએ “Cockroach Janta Party” નામથી એક ડિજિટલ મૂવમેન્ટ શરૂ કરી છે.

કોણે શરૂઆત કરી ? આ અંગે મળતી માહિતી મુજબ આ પહેલ પાછળ અભિજીત દિપકે નામના યુવાનનું નામ સામે આવ્યું છે, જે સોશિયલ મીડિયા અને રાજકીય કોમ્યુનિકેશન સાથે જોડાયેલ અને અગાઉ કેટલીક રાજકીય સોશિયલ મીડિયા ટીમો સાથે પણ જોડાયેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

CJP શું કહે છે ? આ પ્લેટફોર્મ પોતાને બેરોજગાર યુવાનો, સિસ્ટમથી નારાજ લોકો, સોશિયલ મીડિયા જનરેશન, RTI અને ઓનલાઈન એક્ટિવિસ્ટ્સ તેમનો સ્ટાઈલ ગંભીર રાજકારણ કરતાં “મીમ-પોલિટિક્સ” પર વધુ આધારિત છે.

વાયરલ થયેલ મેનિફેસ્ટો : કોકરોચ જનતા પાર્ટીએ હળવા અંદાજમાં પણ કેટલીક ગંભીર માંગણીઓ મૂકી હતી. જેમાં મહિલાઓને 50% અનામત, ચૂંટણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા, મીડિયા સ્વતંત્રતા, નિવૃત્ત જજોને રાજકીય પોસ્ટ ન આપવી, બેરોજગારી મુદ્દે જવાબદારી, આ તમામ મુદ્દાઓને કારણે યુવાનોમાં તેની ચર્ચા વધી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થવાનું શું કારણ ? Gen-Z અને યુવાનોની ભાષા અને મીમ્સ અને સટાયર, બેરોજગારી અને સિસ્ટમ પ્રત્યેનો ગુસ્સો, રાજકારણને મજાકના અંદાજમાં રજૂ કરવું, Instagram અને X પર ભારે શેરિંગ, ઘણા લોકો તેને મજાક માને છે, જ્યારે કેટલાક તેને યુવાનોના અસંતોષનું પ્રતિક કહે છે.

શું આ સાચી રાજકીય પાર્ટી છે. ? હાલ સુધી ચૂંટણી પંચમાં સત્તાવાર નોંધણી નથી થઈ કે કોઈ ચૂંટણી લડી નથી તેમજ મોટાભાગે ડિજિટલ મૂવમેન્ટ તરીકે જ જોવામાં આવે છે. તેથી તેને હાલમાં વાયરલ ઓનલાઈન રાજકીય સટાયર તરીકે વધુ ઓળખવામાં આવે છે.

સમર્થન અને વિરોધ બંને : કેટલાક લોકો કહે છે કે આ યુવાનોનો સાચો અવાજ છે અને સિસ્ટમ સામેનો વિરોધ છે. તો બીજી બાજુ અન્ય લોકો કહે છે કે આ માત્ર ઓનલાઈન પ્રોપેગાંડા છે અને મીમ આધારિત રાજકારણ છે જે યુવાનોમાં નકારાત્મકતા ફેલાવે છે અથવા તેની આસપાસ રાજકીય મતભેદ પણ જોવા મળે છે.

– Viren Dangrecha.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

સુરેન્દ્રનગર, તા.૧૪ સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી…

1 month ago

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

3 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

3 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

3 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

4 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

4 months ago