Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

લખતર-વિરમગામ હાઈવે પર છારદ ગામ પાસે ટ્રકની અડફેટે ૦૭ પદયાત્રીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા

hellogujaratnews24x7@gmail.com April 13, 2026
Screenshot_20260413-105805_WhatsApp

લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે બનેલ ગંભીર અકસ્માતની ઘટનામાં ટ્રકની અડફેટે આવતા ૦૭ પદયાત્રીઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. જે અંગે મળતી માહિતી મુજબ લખતર-વિરમગામ હાઈવે પર છારદ ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકના ચાલકે રસ્તા પર ચાલતા પદયાત્રીઓને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ૦૫ મહિલાઓ અને ૦૨ પુરુષ સહિત કુલ ૦૭ લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. આ ઉપરાંત અન્ય ૦૪ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં તમામ પદયાત્રીઓ રાજકોટ જીલ્લાના ગટકા ગામના રહેવાસી હતા અને વિરમગામ ખાતે માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોતના કારણે વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હજુ પણ મૃત્યુ આંક વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે અકસ્માતમાં ૦૭ લોકોના મોત નીપજતા પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

 

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૦૮માં સાસુ અને પુત્રવધુ વચ્ચે સામ સામે જંગ જામશે
Next: પાટડીના કોંગ્રેસના યુવા નેતા તેમજ સવલાસ જીલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર વિક્રમભાઈ રબારી સહિતનાઓ જોડાયા ભાજપમાં

Related News

file_00000000838471fa9ac699fc956d3130

સુરેન્દ્રનગર LCB પોલીસે તલસાણા સોલાર પ્લાન્ટમાં ચોરીના 02 આરોપીઓને ઝડપી પાડ્યા…

hellogujaratnews24x7@gmail.com May 13, 2026
IMG-20260408-WA0016

લખતર મામલતદાર કચેરીમાં રૂ.20,000ની લાંચ લેતા નાયબ મામલતદાર અને પટ્ટાવાળા સહિત બે ઝડપાયા

hellogujaratnews24x7@gmail.com April 8, 2026

Recent Posts

  • સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…
  • મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…
  • સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…
  • પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…
  • ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

Recent Comments

No comments to show.

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Sayla
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_00000000265c81fb8789c7e1dacc6803

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

hellogujaratnews24x7@gmail.com July 18, 2026
file_000000005058720b9a44672e35045dbb

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

hellogujaratnews24x7@gmail.com July 7, 2026
file_0000000085bc72069e7bee3f786ec5af

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

hellogujaratnews24x7@gmail.com June 30, 2026
file_0000000096dc71fa9ccf7484d02d5e0f

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

hellogujaratnews24x7@gmail.com June 23, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.