Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda
hellogujaratnews24x7@gmail.com April 17, 2026
IMG-20260417-WA0038

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા રાજકોટ-ચોટીલા હાઈવે પરથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટ-ચોટીલા હાઈવે પર જાની વડલા ગામના પાટિયા પાસેથી કપાસિયાની બોરીની આડમાં સંતાડેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે કુલ ૧૦,૭૪૦ બોટલો ઈંગ્લીશ દારૂ (કિંમત રૂ. ૧.૨૮ કરોડ) તેમજ ટ્રક સહિત કુલ રૂ. ૧.૪૬ કરોડનો મુદામાલ કબજે કર્યો છે. આ મામલે ટ્રક ચાલક શાહિદ જૂસબભાઈ હિંગોરા (રહે. ભાણવડ) ને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે ઝડપાયેલ ટ્રક ચાલકની વધુ પૂરછપરછ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો ચનાભાઇ દેવાભાઇ રબારી રહે. રાણપર, (ભાણવડ)વાળા તથા દારૂ ભરેલ ટ્રક સોંપનાર અને દારૂ ભરી આપનારની પણ સંડોવણી બહાર આવી હતી. આથી ઝડપાયેલ ટ્રક ચાલક સહિત હાજર મળી ન આવેલા તમામ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટ રેન્જ આઈજીની ટીમ દ્વારા મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂ ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. આ સમગ્ર કામગીરીમાં પી.આઈ. આર.એચ.બાર, પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા સહિત સંદિપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, કમલેશભાઈ રબારી, મિતેષભાઈ પટેલ, દિનેશભાઈ ગઢવી, યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદિપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ, કુલદિપસિંહ ચુડાસમા, નરેન્દ્રસિંહ રાઠોડ, ફતેસંગ પરમાર સહિતનાઓ જોડાયા હતા.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર હરીપર બ્રીજ પર ટ્રકમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો
Next: વઢવાણ ગણપતિ ફાટસર મંદિર ખાતે તા.૨૦ એપ્રિલના રોજ શ્રી ગણેશ ચતુર્થી વાર્ષિક મહોત્સવ યોજાશે.

Related News

IMG-20260405-WA0065(1)

સુરેન્દ્રનગર LCB પોલીસે આણંદપુર ગામની સીમમાં વાડીના ખાડામાં દાટીને સંતાડેલ ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો

hellogujaratnews24x7@gmail.com April 5, 2026
IMG-20260404-WA0049

ચોટીલા તાલુકામાં સ્થાનિક ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પડ્યો ફટકો

hellogujaratnews24x7@gmail.com April 4, 2026
Screenshot_20260402-160356_WhatsApp

ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે ચૈત્રી પુનમને દિવસે અંદાજે ૦૪ લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા.

hellogujaratnews24x7@gmail.com April 3, 2026

Recent Posts

  • મુળીના માનપર ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજનું સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં ભવ્ય મહાસંમેલન યોજાયું
  • સુરેન્દ્રનગર A-ડિવિઝન પોલીસે કારના સાયલેન્સરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો
  • સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૦૩ અને ૦૪ના અપક્ષ ઉમેદવારોના સંયુક્ત કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
  • વઢવાણ ગણપતિ ફાટસર મંદિર ખાતે તા.૨૦ એપ્રિલના રોજ શ્રી ગણેશ ચતુર્થી વાર્ષિક મહોત્સવ યોજાશે.
  • (no title)

Recent Comments

No comments to show.

Archives

  • April 2026

Categories

  • Chotila
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_000000008570722fb99b74b65b80a71e

મુળીના માનપર ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજનું સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં ભવ્ય મહાસંમેલન યોજાયું

hellogujaratnews24x7@gmail.com April 22, 2026
IMG-20260420-WA0127

સુરેન્દ્રનગર A-ડિવિઝન પોલીસે કારના સાયલેન્સરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો

hellogujaratnews24x7@gmail.com April 20, 2026
IMG-20260420-WA0055

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૦૩ અને ૦૪ના અપક્ષ ઉમેદવારોના સંયુક્ત કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

hellogujaratnews24x7@gmail.com April 20, 2026
IMG-20260414-WA0160

વઢવાણ ગણપતિ ફાટસર મંદિર ખાતે તા.૨૦ એપ્રિલના રોજ શ્રી ગણેશ ચતુર્થી વાર્ષિક મહોત્સવ યોજાશે.

hellogujaratnews24x7@gmail.com April 18, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.