Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

સુરેન્દ્રનગર LCB પોલીસે તલસાણા સોલાર પ્લાન્ટમાં ચોરીના 02 આરોપીઓને ઝડપી પાડ્યા…

hellogujaratnews24x7@gmail.com May 13, 2026
file_00000000838471fa9ac699fc956d3130

સુરેન્દ્રનગર LCB પોલીસે લખતર તાલુકાના તલસાણા ગામે આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં ગુજસીટોકના ગુન્હામાં સંડોવાયેલ આરોપીનો પણ સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જે અંગે મળતી માહિતી મુજબ તલસાણા ગામે આવેલ સોલાર પ્લાન્ટમાં થોડા સમય પહેલા ચોરીની ઘટના બની હતી. આ અંગે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી LCB ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. LCB પોલીસે હ્યુમન સોર્સ, ટેક્નિકલ સોર્સ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે ઝમર ગામ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓના નામ : (૧) રોમીઝખાન મહોમદખાન મલેક, રહે. ગેડીયા હાલ સુરેન્દ્રનગર. (૨) અતીકભાઈ ધરમશીભાઈ ચાણશમા, રહે. સુરેન્દ્રનગર. પોલીસે આરોપીઓ પાસેથી 17 તાંબાની પ્લેટો, 140 કિલો તાંબાનો વાયર, એક આઈશર વાહન, એક બાઈક તેમજ બે મોબાઈલ મળી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી રોમીઝખાન મલેક વિરુદ્ધ ધ્રાંગધ્રા, બગોદરા, બજાણા, હળવદ, સાણંદ, વિરમગામ, લખતર સહિતના અનેક પોલીસ મથકોમાં વિવિધ ગુન્હાઓ નોંધાયેલા છે. આ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપી રાહુલ ધરમશીભાઈ ચાણશમાને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

-Viren Dangrecha.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ચુડાના નાગનેશ ગામની સીમમાંથી વન વિભાગની ટીમે દીપડાને પકડી પાડતા હાશકારો…
Next: સાયલાના સુદામડા ગામની સીમમાંથી ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું ખનન સહિત ફૂલ રૂ.3.40 કરોડનો મુદામાલ ઝડપાયો….

Related News

Screenshot_20260413-105805_WhatsApp

લખતર-વિરમગામ હાઈવે પર છારદ ગામ પાસે ટ્રકની અડફેટે ૦૭ પદયાત્રીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા

hellogujaratnews24x7@gmail.com April 13, 2026
IMG-20260408-WA0016

લખતર મામલતદાર કચેરીમાં રૂ.20,000ની લાંચ લેતા નાયબ મામલતદાર અને પટ્ટાવાળા સહિત બે ઝડપાયા

hellogujaratnews24x7@gmail.com April 8, 2026

Recent Posts

  • સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.
  • સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…
  • મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…
  • સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…
  • પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

Recent Comments

No comments to show.

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Sayla
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_0000000029308208bc6daf60e576ed0c

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

hellogujaratnews24x7@gmail.com July 30, 2026
file_00000000265c81fb8789c7e1dacc6803

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

hellogujaratnews24x7@gmail.com July 18, 2026
file_000000005058720b9a44672e35045dbb

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

hellogujaratnews24x7@gmail.com July 7, 2026
file_0000000085bc72069e7bee3f786ec5af

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

hellogujaratnews24x7@gmail.com June 30, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.