Surendranagar

મુળી, થાન અને સાયલા તાલુકામાંથી વોટ્સઅપ ગ્રુપ દ્વારા ભૂમાફિયાઓને માહિતી આપનાર ૪૦ શખ્સો ઝડપાયા.

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા સરકારી અધિકારીઓ અને પોલીસ ટીમોની રેકી કરી ભૂમાફિયાઓને માહિતી પહોંચાડતા બાતમીદારો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં મુળી, સાયલા અને થાન તાલુકામાંથી અંદાજે ૪૦ થી વધુ બાતમીદારોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યારે પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઝડપાયેલા બાતમીદારો અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવી ભૂમાફિયાઓને પોલીસ તેમજ ખાણ-ખનીજ વિભાગની રેઇડ અને તેમના લોકેશન સહિતની ગુપ્ત માહિતી પહોંચાડતા હતા. જેના કારણે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળતું હતું. આ ઉપરાંત બાતમીદારો સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ફરજમાં રૂકાવટ ઊભી કરી ભૂમાફિયાઓને ગેરકાયદેસર ખનન માટે છૂટો દોર આપતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. સુરેન્દ્રનગર ASP વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ લીંબડી અને ચોટીલા DYSP સહિત સાયલા, મુળી અને થાન પોલીસની ટીમોએ સંયુક્ત કામગીરી કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી.

– Viren Dangrecha.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

સુરેન્દ્રનગર, તા.૧૪ સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી…

1 month ago

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

3 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

3 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

3 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

4 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

4 months ago