Surendranagar

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુની બેદરકારી દાખવનાર PSI સામે કડક કાર્યવાહી.

સુરેન્દ્રનગર, તા.૧૬ મે ૨૦૨૬,

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ બી.કે. મારુડાને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જે અંગે મળતી માહિતી મુજબ PSI દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં બેદરકારી દાખવવામાં આવી હતી તેમજ કેસની તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. આ મામલે જીલ્લા પોલીસ વડા દ્વારા કડક વલણ અપનાવી ફરજમાં બેદરકારી બદલ પીએસઆઈ બી.કે. મારુડાને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ સમગ્ર જીલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી બાદ અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.

– Viren Dangrecha.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

સુરેન્દ્રનગર, તા.૧૪ સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી…

2 weeks ago

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

3 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

3 months ago