સુરેન્દ્રનગર શહેરમાં પોલીસ અને PGVCL તંત્ર દ્વારા સંયુક્ત રીતે મેગા વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. શહેરના મિયાણાવાડ, લક્ષ્મીપરા, પોપટપરા, કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન રૂ.1.25 કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ હતી. જે અંગે મળતી માહિતી મુજબ કુલ ૧૨૫ ઘરોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 84 ઘરોમાં ગેરકાયદેસર વીજ કનેક્શન દ્વારા વીજ ચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું. PGVCL દ્વારા તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ચેકીંગ દરમિયાન બુટલેગર, હિસ્ટ્રીશીટર તથા અસામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોના ઘરોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ૦૮ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર ઓપરેશનમાં ASP વેદિકા બિહાનીના સહિત સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ, LCB ટીમના ૧૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તથા PGVCLની 40 જેટલી ટીમોએ ભાગ લીધો હતો.

– Viren Dangrecha.
