Chotila

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે ચોટીલા તાલુકામાંથી ઈંગ્લીશ દારૂ સાથે 03 શખ્સોને ઝડપી લીધા

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર થી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ થતું હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. જેને ધ્યાને લઈને રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સ્પે.ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેમાં બાતમીના આધારે ચોટીલા હાઇવે પર પિયાવા ગામ પાસે થી શંકાસ્પદ હાલતમાં એક કાર પસાર થતા તેને રોકી તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો અને કારમાં સવાર એક મહિલા સહિત ત્રણ શખ્સો (૧) સોહનલાલ ગણેશરામ પરમાર (૨) કૃણાલ સોહનલાલ પરમાર અને (૩) રેખાબેન સોહનલાલ પરમાર, તમામ રહે.સુરત વાળાને ઝડપી પાડ્યા હતા તેમજ કારમાંથી અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૨૧૧ કિંમત રૂ.૪૬,૨૪૫ અને કાર સહિત ફૂલ રૂ.૩,૨૫,૨૪૨ મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની નજરથી બચવા તેમજ ગુમરાહ કરવા પરિવાર સાથે કારમાં બેસી ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવતા ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી. તેમજ વધુ પૂરછપરછ દરમિયાન ઇંગ્લિશ દારૂનો જથ્થો રાજસ્થાન રહેતા હરીશ મેવાડાએ ભરી આપ્યો હોવાનું અને ગોંડલ રહેતા વિશાલ એ મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આથી ઝડપાયેલ ત્રણ શખ્સો સહિત ફૂલ ૦૫ વ્યક્તિ સામે ચોટીલા પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રેન્જ આઈજીની ટીમ દ્વારા ઈંગ્લીશ દારૂ ઝડપી પાડતા અનેક ચર્ચાઓ પણ વહેતી થઈ છે. આ કામગીરીમાં પીઆઈ અપૂર્વ પટેલ, પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, સી.એમ. કાંટેલીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

સુરેન્દ્રનગર, તા.૧૪ સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી…

2 weeks ago

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

3 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

3 months ago