Surendranagar

સુરેન્દ્રનગરની સરદાર સોસાયટીમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામોની મોટી મોટી વાતો અને જાહેરાતો કરવામાં આવે છે પરંતુ અગાઉ પાલિકાના શાસન વખત થી અમુક વિસ્તારોમાં હલકી ગુણવત્તાના કામો થયા હોવાથી આજે પણ સ્થાનિક રહીશોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે મહાનગરપાલિકાની હદમાં આવેલ સરદાર સોસાયટી, જવાહર ગ્રાઉન્ડ આસપાસ આવેલ રહેણાંક વિસ્તારોમાં જે તે સમયે પાણીની પાઈપલાઈન યોગ્ય રીતે તેમજ લેવલ વગર નાખવામાં નહીં આવી હોવાથી અને હલકી ગુણવત્તાની કામગીરીને કારણે અવાર નવાર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સહિતના બનાવો બન્યા કરે છે. ત્યારે ફરી સરદાર સોસાયટી પાસે જવાહર ગ્રાઉન્ડ નજીક મનપાની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતા ભર ઉનાળે ચોમાસા જેવો નજારો જોવા મળ્યો હતો અને રસ્તા પર પાણીનો વેડફાટ થતા મનપા તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. એક તરફ લોકોને નિયમિત અને પૂરતું પાણી વિતરણ કરવામાં નથી આવતું ત્યારે બીજી બાજુ મનપા તંત્રની બેદરકારીને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

સુરેન્દ્રનગર, તા.૧૪ સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી…

2 weeks ago

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

3 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

3 months ago