Surendranagar

જોરાવરનગર પોલીસે યુવતી સાથે દુષ્કર્મ આચરનાર યુવકને ઝડપી કાયદાનો પાઠ ભણાવ્યો…

જોરાવરનગર પોલીસે શહેરી વિસ્તારમાં રહેતી યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરનાર યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે અંગે મળતી માહિતી મુજબ આરોપી હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ ચૌહાણે ચોકલેટના ડબ્બાના ઓર્ડરના બહાને યુવતી સાથે ઓળખાણ કેળવી હતી અને ત્યારબાદ મિત્રતા કરી હતી. બાદમાં યુવતીને ફરવાના બહાને ખમીસાણા રોડ પર આવેલ કેનાલ પાસે લઈ જઈ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી કારમાં જ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત યુવતીની વ્યક્તિગત વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની તેમજ સગાઈ તોડાવી નાખવાની ધમકીઓ પણ આપી હતી. સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીના પરિવારજનોએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે આરોપી યુવક કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલ હોવાની પણ ચર્ચાઓ વહેતી થઈ છે.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

સુરેન્દ્રનગર, તા.૧૪ સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી…

2 weeks ago

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

3 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

3 months ago