Surendranagar

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના હોદેદારો….

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં વઢવાણ ૮૦ ફુટ રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે સતાવાર બેઠક યોજાયા બાદ મેયર સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ફૂલ ૫૨ બેઠકોમાંથી ૫૧ બેઠકો પર ભાજપની જીત થઈ હતી જ્યારે ૦૧ બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત યોજાયેલ ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો અને ભાજપની જીત બાદ વઢવાણ ખાતે આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે મનપાના પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદેદારો માટે મનપા કમિશનર જે.એસ.જાદવ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી જેમાં સર્વાનુમતે ભાજપના ચૂંટાયેલા સદસ્યો દ્વારા પ્રથમ મેયર તરીકે રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ, કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિખિલભાઈ ચાંપાનેરી, શાસક પક્ષના નેતા તરીકે પિન્ટુબેન આસાણીયા અને દંડક તરીકે સ્વાતિબેન માંડલિયાના નામની સતાવાર જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ દ્વારા અનુ.જાતિમાંથી મેયર, બ્રહ્મ સમાજમાંથી ડેપ્યુટી મેયર, જૈન સમાજમાંથી કારોબારી ચેરમેન, કોળી ઠાકોર સમાજમાંથી શાસક પક્ષના નેતા અને સોની સમાજમાંથી દંડક તરીકે વરણી કરતા દરેક સમાજને એકંદરે ન્યાય આપી આવરી લેવામાં આવ્યો હતો. જયારે નવનિયુકત સુરેન્દ્રનગર મનપાના પ્રથમ મેયરએ પોતાની વરણી બાદ લોકોને પાણી, રોડ, રસ્તા, સફાઈ, ગટર સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની અને વિકાસના કામોને અગ્રીમતા આપવાની ખાતરી આપી હતી. આ વરણી પ્રક્રિયા દરમિયાન લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જીલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા સહિત ભાજપના હોદેદારો, આગેવાનો, મનપાના ચૂંટાયેલા ભાજપના સદસ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુકત હોદ્દેદારોને ફુલહાર પહેરાવી તેમજ મીઠું મોઢું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. જો કે આ સમગ્ર વરણી પ્રક્રિયા દરમિયાન સુરેન્દ્રનગર મનપાના કમિશનરે મીડિયા કર્મીઓને અળગા રાખતા ક્યાંકને ક્યાંક મનપા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

– Viren Dangrecha.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

3 months ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

3 months ago