Dhrangadhra

ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડુતો પાવરગ્રીડ કંપની સામે આક્રમક રીતે લડી લેવાના મુડમાં…

ધ્રાંગધ્રા : તાલુકાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપની દ્વારા ચાલી રહેલ વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરીના વિરોધમાં બુધવારે ખેડૂતો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા કોંઢ-સરા ગામને જોડતા મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી પાવરગ્રીડ કંપની, પોલીસ તંત્ર અને સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જે અંગે મળતી માહિતી મુજબ છેલ્લા ૧૫ દિવસથી પાવરગ્રીડ કંપની પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોના ખેતરોમાં વીજ ટ્રાન્સમિશન લાઇન માટે વીજપોલ ઉભા કરવાની કામગીરી કરી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની વિવિધ માંગણીઓ અને યોગ્ય વળતર અંગે કોઈ સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી, તેમ છતાં કંપની દ્વારા કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર પોલીસ પ્રોટેક્શનના આધારે કંપનીના કર્મચારીઓ ખેતરોમાં પ્રવેશી રહ્યા છે તેમજ ઉભા પાકવાળા ખેતરોમાં જેસીબી સહિતના ભારે સાધનોનો ઉપયોગ કરી પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. યોગ્ય અને પૂરતું વળતર ચૂકવ્યા વિના તેમની માલિકીની જમીનમાં પ્રવેશ કરીને કામગીરી કરવામાં આવી રહી હોવાનો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે અગાઉ પણ ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને વિરોધ કરનાર કેટલાક ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેના અનુસંધાને ખેડૂતો દ્વારા બુધવારે કોંઢ-સરા માર્ગ પર રસ્તા રોકો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આંદોલનને કારણે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને માર્ગ પરના અવરોધ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરી રહેલા અંદાજે ૩૦ થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. ખેડૂત આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ધ્રાંગધ્રા પોલીસ દ્વારા અટકાયત કરેલ ખેડુતો : (૧) પઢીયાર વિપુલભાઈ ભાડુભાઈ (૨) અર્જુનસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (૩) દેવેન્દ્રસિંહ બટુકસિંહ ઝાલા (૪) અર્જુનસિંહ શક્તિસિંહ ઝાલા (૫) મેહુલસિંહ વિક્રમસિંહ ઝાલા (૬) યોગેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા (૭) અક્ષયસિંહ અશ્વિન ઝાલા (૦૮) દશરથભાઈ મેરૂભાઈ ભાટીયા (૦૯) રઘુવીર સિંહ અજીતસિંહ ઝાલા (૧૦) હરપાલસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા (૧૧) વાઘજીભાઈ અજુભાઈ ડોડીયા (૧૨) હથુભાઈ જીવાભાઇ ભાટિયા (૧૩) પૂર્વરાજસિંહ અશોકસિંહ ઝાલા (૧૪) બુટાભાઈ રેવર (૧૫) જયપાલસિંહ (૧૬) ભીમાભાઇ ચૌહાણ (૧૭) હરદીપસિંહ નાગજીભાઈ અસવાર (૧૮) કુલદીપસિંહ રાજભા ભાટીયા (૧૯) ગજેન્દ્રસિંહ ડાયુભા ટાક (૨૦) યશપાલસિંહ પ્રવિણસિંહ ટાંક (૨૧) કરણસિંહજીભાઈ ડોડીયા (૨૨) બળદેવભાઈ ધીરુભાઈ ખેલાડીયા.

– Viren Dangrecha.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

3 months ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

3 months ago