Dhrangadhra

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર હરીપર બ્રીજ પર ટ્રકમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. હાઈવે પર હરીપર બ્રિજ નજીક પૂઠાં સહિતનો માલસામાન ભરીને જઈ રહેલ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં ટ્રક ચાલક અને ક્લીનરે સમય સૂચકતા દાખવી તાત્કાલિક ટ્રકમાંથી બહાર નીકળી જતા સદનસીબે જાનહાનિ ટળી હતી. જો કે ટ્રકમાં ભરાયેલ પૂઠાં સહિતનો મુદ્દામાલ આગમાં બળી ખાખ થઈ જતા મોટાપાયે આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. જ્યારે આગ લાગતા આસપાસથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો સહિત પોલીસ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.આ બનાવને પગલે હાઈવે પર થોડો સમય માટે ટ્રાફિક પર અસર પણ જોવા મળી હતી.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

3 months ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

3 months ago