Dhrangadhra

ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામના પ્રગતિશીલ ખેડુત ભરતભાઈ ડેડાણીયાએ ઝાલાવાડમાં મીઠી ક્રાંતિ સર્જી નવી રાહ ચીંધી…

સુરેન્દ્રનગર, તા.૨૦

સમગ્ર દેશ સાથે રાજ્યમાં તા.૨૦ મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ ડેડાણીયાએ જિલ્લામાં સૌપ્રથમ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરી ઝાલાવાડમાં મીઠી ક્રાંતિની સુવાસ ફેલાવી છે. માત્ર ધોરણ-૧૦ સુધી અભ્યાસ કરેલા ભરતભાઈએ પરંપરાગત ખેતી છોડીને મધમાખી ઉછેર ક્ષેત્રે સાહસિક પગલું ભર્યું હતું. અમદાવાદના ખાદી ગ્રામઉદ્યોગમાંથી તાલીમ મેળવી તેમણે માત્ર ૫૦ પેટીઓથી શરૂઆત કરી હતી. આજે સાત વર્ષની સતત મહેનત બાદ પાંચ એકર જમીનમાં શ્રી રામરસ હની ફાર્મ કાર્યરત છે. જ્યાં ૬૦૦ પેટીઓ દ્વારા મધનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. મધમાખી પાલન હવે ભરતભાઈ માટે માત્ર વ્યવસાય નહીં પરંતુ આત્મનિર્ભરતા અને ગૌરવનું પ્રતિક બની ગયું છે. હાલમાં તેઓ દર વર્ષે અંદાજે ૦૫ થી ૦૭ ટન શુદ્ધ મધનું ઉત્પાદન કરી રહ્યા છે. સાથે જ ભવિષ્યમાં આમળા કેન્ડી બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરી વ્યવસાયમાં વધુ મૂલ્યવર્ધન કરવાની યોજના પણ બનાવી રહ્યા છે. મધમાખીઓ દ્વારા થતા કુદરતી પરાગનયનના કારણે આસપાસના એક કિલોમીટર વિસ્તારમાં ખેતી ઉત્પાદન વધતા અન્ય ખેડૂતોમાં પણ જાગૃતિ આવી છે. પરિણામે હવે અનેક ખેડૂતો ભરતભાઈને પોતાના ખેતરોમાં મધમાખીની પેટીઓ મૂકવા આમંત્રણ આપી રહ્યા છે. ઝાલાવાડ જેવા રૂઢિચુસ્ત ખેતીપ્રધાન વિસ્તારમાં ભરતભાઈ ડેડાણીયાએ મધમાખી પાલન દ્વારા આર્થિક સમૃદ્ધિની નવી દિશા બતાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

– Viren Dangrecha.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

સુરેન્દ્રનગર, તા.૧૪ સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી…

1 month ago

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

3 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

3 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

3 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

4 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

4 months ago